________________ . . ચતુર્થ પ્રસ્તાવ. 131. વડે અત્યંત આગ્રહથી પિતાની આજ્ઞા મેળવી, વાહનાદિક સમગ્ર સામગ્રી તૈયાર કરી. એગ્ય કરિયાણ લઈ, ભાતાંની સામગ્રી પણ ગ્રહણ કરી, સારા સાથે સહિત, પિતાની આપેલી શિક્ષાને ચિત્તમાં સ્થાપન કરી તેણે શુભ દિવસે પ્રયાણ કર્યું. ત્યારપછી અવિચ્છિન્ન પ્રમાણે તે શ્રેષ્ઠીપુત્ર સાથે સહિત કેટલેક દિવસે શ્રીપુર નગરે પહોંચ્યા. ત્યાં કોઈ સરોવરની સમીપે સાથે પડાવ કર્યો. સાર્થવાહ પણ મનહર પટગૃહ (તબુ) માં રહ્યો. તેટલામાં જેનું શરીર કે પતું હતું અને જેનાં નેત્ર ભયભ્રાંત હતા એ કે પુરૂષ શ્રેષ્ઠી પુત્ર ધનદત્તને શરણે આવ્યો. ધનદતે કહ્યું—“હે ભદ્ર! તું ભય પામ નહીં, પરંતુ તું શો અપરાધ કરીને મારી પાસે આવ્યો છે તે કહે.” આ પ્રમાણે તે પૂછે છે તેટલામાં જ “હા, હણે,’ એમ છે , બોલતા શરૂાને ધારણ કરનારા આરક્ષક પુરૂષોએ ત્યાં આવી સાથેવાહને કહ્યું કે_“હે શ્રેષ્ઠી ! આ અહીંના રાજાને સેવક છે, તે રાજાનું ઉત્તમ આભરણ લઈ જુગારી પાસે હારી ગયા છે. તે આભરણની શોધ કરતાં પત્તો લાગવાથી અમે રાજાને જણાવ્યું, ત્યારે રાજાએ જુગારી પાસેથી તે આભૂષણ લઈ હુકમ કર્યો છે કે આ ચોરને નિગ્રહ કરે. તે રાજાને દ્રોહી છે માટે તેને છોડશે નહીં. તે વખતે દયાળુ મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે હમણું આ આભારણના ચેરને કારાગૃહમાં રાખો.” તે સાંભળી રાજાએ તેને કારાગૃહમાં રાખે. એકદા રાત્રીને છેલ્લે પહોરે તે કારાગ્રહનું સ્થાન ભાંગી તેના રક્ષકને હણું, આચર ત્યાંથી નાઠો. અમને ખબર પડતાં અમે તરતજ તેની પાછળ દોડ્યા. એટલે આ ચાર આ સરોવરની પાસેના ગાઢ વનમાં ગુપ્ત રીતે પેઠે. હમણાં ત્યાંથી નીકળી હે વ્યવહારી! તે તમારે શરણે આવ્યો છે. પરંતુ રાજાના દ્રોહી આ ચેરનું તમારે રક્ષણ કરવું યોગ્ય નથી.”આ પ્રમાણેનાં રક્ષકનાં વચન સાંભળી સાથે બોલ્યો કે-”હે રાજપુરૂષ ! તમે કહે છે તે સત્ય છે. પરંતુ સત્ય પુરૂષ શરણે આવેલાને ત્યાગ કરતા નથી. આરક્ષક છે “તે ગમે તે હે, અમે તે રાજાની આજ્ઞા પ્રમાણે વર્તનારા છીએ. બીજું કાંઈ પણ અમે જાણતા નથી.” ત્યારે સાથે પતિએ કહ્યું“તો હું રાજાની પાસે આવી તેમને વિજ્ઞપ્તિ કરૂં.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust