________________ 141 ચતુર્થ : પ્રસ્તાવ." કર તે સિંહને લઈ સૈન્યમાં આવ્યા. બટુકે સૈન્યમાં પ્રભુના પ્રતાપનું આ પ્રમાણે વર્ણન કર્યું—“જેના નાદથી મદોન્મત્ત હાથીઓ પણ મદને ત્યાગ કરે છે, તે સિંહને સ્વામીએ ક્રીડામાત્રમાંજ હો.” તે સાંભળી સામંત અને માંડળિક રાજાઓ વિગેરે સર્વે આશ્ચર્ય પામી હર્ષિત થયા. પછી વાજિત્રોના શબ્દપૂર્વક મોટા ઉત્સવથી રાજાએ પૂરપ્રવેશ કર્યો. માણસો ઠેકાણે ઠેકાણે એકઠા થઈ રાજાના પરાક્રમની પ્રશંસા કરવા લાગ્યા. મહોત્સવમય તે દિવસ ક્ષણની જેમ શિધ્ર વીતી ગયે. જ્યારે રાજા સભાજનોને વિસર્જન કરી રાણીના મંદિરમાં ગયો ત્યારે રાણીએ પૂછયું કે-“હે સ્વામી ! આજે નગરમાં શે મહોત્સવ છે? કેમકે વાજિત્રના શબ્દો ઘણું સંભળાતા હતા. " ત્યારે રાજાએ કહ્યું કે–“મેં આજે એક કેશરીસિંહને હો છે; તેથી પૂરજનોએ તેનો વપન મહોત્સવ કર્યો છે.” તે સાંભળી રાણુએ ફરીથી રાજાને કહ્યું કે –“હે નાથ! ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા તમારે આવી રીતે પોતાની વૃથા પ્રશંસા કરાવવી તે યોગ્ય છે?” રાજાએ પૂછયું—“ વૃથા કેમ?”રાણી બેલી હે સ્વામિન ! સિંહ તો શુભંકર બટુકે હા છે, અને વર્યાપન મહોત્સવ આપનો કરાય છે એ શું ? " તે સાંભળી ક્રોધ પામેલા રાજાએ વિચાર્યું કે–“ તે દુરાત્માએ મારી પાસે એવું કહ્યું હતું કે-“કોઈને ગુપ્ત વાત નહીં કરું” અને આજને આજજ દેવીની પાસે પોતાના ઉત્કર્ષ પ્રગટ કર્યો, તેથી રહસ્યને ભેટ કરનાર તે બટુકને ગુપ્ત રીતે મારે મારી નાખે તે જ એગ્ય છે.” એમ વિચારી રાજાએ કઈક આરક્ષકને આજ્ઞા કરી કે–“આ બટુકને તારે ગુમ રીતે મારી નાંખવે.” રાજાની આજ્ઞાથી તેણે તત્કાળ તેને હણીને રાજાને ખબર આપ્યા કે—“સ્વામિન્ ! આપે ફરમાવેલું કાર્ય મેં કર્યું છે. ”તે સાંભળી રાજા હર્ષ પામ્યો. બીજે દિવસે રાણીએ રાજાને પૂછ્યું કે-“સ્વામી ! હમણાં બટક આપની સાથે કેમ દેખાતું નથી? ક્યાં ગયે છે? " રાજાએ કહ્યું “હે પ્રિયા ! તે દુષ્ટનું નામ પણ લઈશ નહીં.” તેણીએ પૂછયું–“હે નાથ ! તેણે તમારું શું બગાડયું છે? તે તે ગુણી અને કેતુકી છે.” ત્યારે રાજાએ તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust