________________ 140 શ્રી શાંતિનાથ ચરિત્ર. સહિત શુભંકર બટુકને સાથે લઈ સિંહનો વિનાશ કરવા નગરની બહાર નીકળે. તે પારાધિએ દેખાડેલા માર્ગે જે ઉદ્યાનમાં તે સિહ હતા ત્યાં રાજ ગયો. વનની બહાર સર્વ સિન્ય રાખી પોતે હસ્તી ઉપર - બેસી આગળ શુભંકરને બેસાડી તે રાજા સિંહની પાસે ગયે. તે જોઈ સિહ પણ મુખ પહેલું કરી ફાળ મારી રાજા ઉપર પડવા માટે આકાશમાં ઉદ્યો તે વખતે શુભંકરે 8 મારા સ્વામીને પીડા ન થાઓ” એમ વિચારી આવી પડેલા સિંહના મુખમાં અંકુશ નાંખી તેને મારી નાખ્યા. ત્યારે રાજાએ કહ્યું કે –“હે શુભંકર ! તે આ સારૂં ન કર્યું, આ સિંહને મારેજ મારો હતો પરંતુ ચપળતાને લીધે તે વચમાં જ તેને હણ્યો. અરે ! આજે તે ફક્ત સિંહને જ માર્યો છે, એટલું જ નહીં પણ સર્વ રાજાઓની મધ્યે જે મારે યશ છે તેને પણ તે હણ્યા છે.” તે સાંભળી બટુક બે -“હે દેવ ! આપના શરીરને કષ્ટ થશે એવી શંકાને લીધે જ મેં આ સિંહને હર્યો છે, પરંતુ મારા ઉત્કર્ષની ઈચ્છાથી હર્યો નથી. વળી મેં જે આ સિંહને માર્યો છે તે આપનેજ પ્રભાવ છે, નહીં તે માત્ર અંકુશના પ્રહારથી સિંહને કેમ હણી શકાય? તેથી સૈનિકોની પાસે હું એમજ કહીશ કે આ મૃગેંદ્રને રાજાએજ હર્યો છે. તે સ્વામી! આ બાબતમાં મારાપર અકૃપા કરશે નહીં. આ કાર્ય આપણે બેજ જાણીએ છીએ, તેથી બીજા કોઈને ખબર નથી. ચારકર્ણ વાળા આ વિચારનો ભેદ થશે નહીં. કહ્યું છે કે पटको भिद्यते मन्त्र-श्चतुष्को न भिद्यते / _ द्विकर्णस्य च मंत्रस्य, ब्रह्माऽप्यन्तं न गच्छति // 1 // છ કર્ણવાળો મંત્ર ભેદાય છે, ચાર કણવાળે ભેદ પામતે નથી, અને બે કર્ણવાળા મંત્રનો અંત બ્રહ્મા પણ પામી શકતા નથી.” તે સાંભળી રાજા -" શુભંકર ! જે કદાચ આ મંત્રનો ભેદ થશે તો લોકમાં મને અસત્યવાદીપણાનું કલંક મળશે.” શુભંકરે જવાબ આપે—“હે પ્રભુ ! શું આપે નથી સાંભળ્યું કે સારુષને આપેલી ગુમ વાત પુરૂષની સાથે જ મળે . " તે સાંભળી રાજાના મનમાં વિશ્વાસ આવ્યું. ત્યારપછી રાજા અને શુભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust