________________ ચતુર્થ પ્રસ્તાવ. 143 जवोऽश्वशक्तेः परमं विभूषणं, पाऽङ्गनायाः कृशता तपस्विनः / द्विजस्य विद्यैव मुनेरपि क्षमा, पराक्रमः शस्त्रबलोपजीविनाम् // 1 // - “અશ્વની શક્તિનું શ્રેષ્ઠ ભૂષણ વેગજ છે, સ્ત્રીનું ભૂષણ લજજા છે, તપસ્વીનું ભૂષણ કૃશતા છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યા છે, મુનિનું ભૂષણ ક્ષમા છે અને શસ્ત્રના બળથી આજીવિકા કરનારનું ભૂષણ પરાક્રમ છે.” આ પ્રમાણે વિચારી તે અશ્વની પીઠ ઉપર પલાણ નાંખી તેના પર આરૂઢ થઈ તેની ગતિ જાણવા માટે રાજાએ તેને ચલાવ્ય; એટલે તે અશ્વ વાયુની જેવા વેગથી ચાલ્યો, કે જેથી સર્વ સૈન્ય પાછળ રહી ગયું. અશ્વથી ખેંચાયેલો રાજા દષ્ટિથી અદશ્ય થયું. તે વખતે તે અશ્વના વેપારીઓ સામંતોને કહ્યું કે -" વખતે હું કહેતાં ચૂકી ગયે હતું, પરંતુ આ અશ્વને વિપરીત શિક્ષા આપેલી છે.” તે સાંભળી રાજાના સેવકો વેગવાળા અો પર ચડી ભજન અને પાણી લઈ રાજાની પાછળ ચાલ્યા. અહીં રાજાએ તે અશ્વનો સારો વેગ જાણી તેને ઉભે રાખવા માટે જેમ જેમ તેની લગામ ખેંચવા માંડી તેમ તેમ તે વધારે વધારે વેગમાં ચાલવા લાગ્યો. એ રીતે વિપરીત શિક્ષાવાળા તે અવે ઘણી પૃથ્વી ઉલ્લંઘન કરી. વલ્ગા ખેંચી ખેંચીને રાજાના હાથમાં રૂધિર નીકળ્યું, તે પણ અશ્વ ઉભો રહ્યો નહીં. પછી થાકી ગયેલા રાજાએ વળાને ઢીલી મૂકી દીધી કે તરતજ અશ્વ ઉભે રહ્યો. ત્યારે રાજાએ તેને વિપરીત શિક્ષાવાળો જાણી લીધું. પછી રાજાએ નીચે ઉતરી . તેનું પલાણ ઉતાર્યું, તેટલામાં તેના આંતરડા ત્રુટી જવાથી તત્કાળ તે અશ્વ પૃથ્વી પર પડીને મરણ પામ્યા. ત્યારપછી તે ભયંકર અટવીમાં અને દાવાનળથી બળેલા અરણ્યમાં સુધા અને તૃષાથી પીડા પામેલો રાજા એક ભમવા લાગ્યા. તેવામાં તે વનના મધ્યમાં રાજાએ લાંબી શાખાવાળો અને અત્યંત વિસ્તારવાળો એક વટ વૃક્ષ જે. પોતે થાકેલે હોવાથી તે વડ નીચે તેની છાયામાં રાજા બેઠે. પછી પાણી માટે ચોતરફ જતાં તેજ વૃક્ષની એક શાખા ઉપરથી પડતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust