________________ ચતુર્થ પ્રસ્તાવ. 147 ઉત્પન્ન થતું હતું, તેથી તે વૈરાગ્ય પામી પોતાને પિયર જઈને રહી હતી. ત્યાં અજ્ઞાનતપવડે શરીરનું શેષશું કરી મરણ પામીને તે વ્યંતરી થઈ છે. પછી પૂર્વનું વર સંભારી સર્પના શરીરમાં ઉતરીને તે તારા વાસગૃહમાં પેઠી. તારી કુળદેવીએ પિશાચનું રૂપ કરી તારા કલ્યાણને માટે તે વૃત્તાંત દેવરાજને સંભળાવ્યો. જો કે દેવની શક્તિ મનુષ્યથી અચિંત્ય છે, તો પણ ભાગ્યવાન પુરૂષનું તેજ (પરાક્રમ) દેવશક્તિનું પણ ઉલ્લંઘન કરી શકે છે. તેથી ક્રૂર વ્યંતરીએ આશ્રય કરેલ માટે સર્પ પણ બળવાન દેવરાજે લીલાએ કરીને હણું નાખે.” આ પ્રમાણે સર્વ વૃત્તાંત સાંભળી સૂરિને ફરીથી નમી રાજાએ વિજ્ઞપ્તિ કરી કે–“હે પ્રભો ! આ કણથી ભાગ્યના ઉદયવડે મુક્ત થયો છું, તેથી હવે મારે પુણ્યકાર્ય કરવું તેજ યોગ્ય છે.” એમ કહી મેટા મહોત્સવ પૂર્વક સૂરિની પાસે તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. પછી પ્રતિબંધને માટે શ્રી સંઘની સમક્ષ તેજ ગુરૂના મુખથી તેણે જ્ઞાતાધર્મકથા નામના સિદ્ધાંતમાં કહેલું મનોહર ભાવિ કથાનક આ પ્રમાણે સાંભળ્યું. મગધ દેશને વિષે રાજગૃહી નગરીમાં સમૃદ્ધિએ કરીને કુબેર જેવો ધન નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને ધારિણે નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી અનુક્રમે ઉત્પન્ન થયેલા ધનપાળ, ધનદેવ, ધનપતિ અને ધનરક્ષિત નામના ચાર પુત્રો હતા. તે ચારેને અનુક્રમે ઊંઝકા, ભગિકા, ધત્રિકા, અને રેહિણી નામની ચાર ભાયો સાથે પરણાવ્યા હતા. એકદા તે ધનશ્રેષ્ઠીએ પાછલી રાત્રીએ નિદ્રા રહિત થઈ વિચાર કર્યો કે–ચાર વહુઓમાં કઈ વહુ ઘરને કાર્યભાર વહન કરવામાં સમર્થ થશે તે મારે શોધી કાઢવું જોઈએ. શાસ્ત્રવેત્તાઓ કહે છે કે પુરૂષ સર્વ ગુણોનો આધાર છતાં પણ ગૃહિણીએ કરીને જ ઘર ચાલે છે.” કહ્યું છે કે भुंक्ते गृहजने भुक्ते, सुप्ते स्वपिति तत्र या / जागर्ति प्रथमं चास्मात्, सा गृहश्रीन गेहिनी // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust