________________ - 146 શ્રી શાંતિનાથ ચરિત્ર. દેખાડ્યા. તે જોઈ દેવરાજના ઉપરથી રાજાનો ક્રોધ ઉતરી ગયા. તેણે મનમાં વિચાર કર્યો કે “અહો ! આ મહાત્માએ મારા જીવિતવ્યના રક્ષણ માટે કેવું કામ કર્યું? પરંતુ મેં પાપીએ તે પોપકારી અને પુરૂષમાં શ્રેષ્ઠ એવા આ દેવરાજને એકદમ વિચાયો વિનાજ મારી નાખવાને પ્રારંભ કર્યો હતો; તોપણુ કથા કહેવામાં કુશળ એવા વત્સરાજ વિગેરે તેના ભાઈઓએ તેને ન માર્યો, તે સારૂ કર્યું.ત્યારપછી હર્ષ પામેલા રાજાએ સર્વ સભા સમક્ષ કહ્યું કે-“આ ચારે ભાઈઓ સર્વ ગુણના સ્થાનરૂપ છે. મને અપુત્રીઓને કુળદેવતાએ આ પુત્રો જ આપ્યા છે, તેથી હું દેવરાજને રાજ્ય ઉપર સ્થાપન કરી વત્સરાજને યુવરાજપદે સ્થાપીને દીક્ષા ગ્રહણ કરીશ.” તે સાંભળી પરિવારજનો બેલ્યા કે—“હે દેવ! કેટલાક કાળ રાહ જુઓ, પછી મનમાં ઈએલ કાર્ય કરજે.” રાજા બોલ્યા–“મારા પૂર્વજો પળી આવ્યા પહેલાંજ વ્રત અંગીકાર કરી તપસ્યા કરીને સદ્દગતિને પામ્યા છે; પરંતુ રાજ્યધુરાના ભારને વહન કરનાર કોઈ ન હોવાથી જ હું અત્યારસુધી સંસારમાં રહ્યો હતે, માટે હવે તો હું અવશ્ય મારૂં ઈચ્છિત કરીશ.” આ પ્રમાણે કહી રાજાએ જેશીના કહેલા શુભ મુહૂતે દેવરાજને રાજ્ય સે યું, અને વત્સરાજને યુવરાજપદ આપ્યું. - ત્યાર પછી એકદા નગરની બહાર નંદન નામના ઉદ્યાનમાં શ્રીદત્ત નામના સૂરિ ઘણું પરિવાર સહિત પધાર્યા. તે વખતે ઉદ્યાનપાળે રાજા પાસે આવી ગુરૂનું આગમન કહ્યું. તે સાંભળી રાજાએ. . અત્યંત ભક્તિપૂર્વક ત્યાં જઈ ગુરૂને વંદના કરી ગ્ય સ્થાને બેસીને સદ્ધર્મદેશના સાંભળી. પછી અવસર પામી બે હાથ જોડીને પૂછયું કે “હે પ્રભે! પિશાચે મારે મરણકાળ કહ્યો તે પ્રમાણે થયું નહીં તેનું શું કારણ? દેવનું કહેલું વચન વિપરીત કેમ થયું ?" ત્યારે સૂરિ મહારાજ બોલ્યા કે–“હે રાજન! તે કથા તું સાંભળ– વૈશ્ય વંશમાં ઉત્પન્ન થયેલી સ્વરૂપવાળી ગૌરી નામની તારી સ્ત્રી હતી. તે કોઈ પણ કર્મના દોષથી દુર્ભાગ્યવડે દૂષણ પામેલી હતી, તેથી તે તને અનિષ્ટ હતી. દષ્ટિએ જેવાથી પણ તને દુઃખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust