________________ 148 * શ્રી શાંતિનાથ ચરિત્ર. “ઘરના માણસે જમ્યા પછી જે જમે, તેઓ સુતા પછી જે સૂવે, અને તેનાથી પહેલાં જે જાગૃત થાય, તેવી સ્ત્રી ગૃહલક્ષ્મીજ કહેવાય છે, ગૃહિણી કહેવાતી નથી.” - શેઠ વિચારે છે કે હું તે ચારેની એવી રીતે પરીક્ષા કરું કે જેથી કઈ વહુ ઘરના ભારને યોગ્ય થશે તેની ખબર પડે.” પછી તે શ્રેષ્ઠીએ પ્રાત:કાળે સેઇયાઓને હુકમ આપે કે-“આજે સર્વ શ્રેષ્ઠ રસેઈ બનાવજે.” એમ કહી સર્વ સ્વજનને અને પૂરજનેને આ મંત્રણ કરી પોતાને ઘેર જમાડ્યા. ત્યાર પછી તે શ્રેષ્ઠીએ સર્વ સ્વજનાદિક લોકોને વસ્ત્ર, તાંબૂળ વિગેરેવડે સત્કાર કરી તેમની સમક્ષ પાચ શાળિના કણ આપી મોટી વહુને કહ્યું કે–“હે વત્સ! હું તને આ પાંચ શાળિના કણ આપું છું, તે હું જ્યારે માગું ત્યારે મને પાછા આપવાના છે. " એમ કહી તેને રજા આપી. તેણીએ બહાર જઈને વિચાર્યું કે– મારા સસરા વૃદ્ધાવસ્થાને લીધે ઘેલા થયા જણાય છે, કેમકે તેણે આ પ્રમાણે જનસમૂહ એકઠે કરી મને પાંચ શાલિકણ આયા, પરંતુ આ કણ મારે કયાં સાચવવા? જ્યારે તે માગશે ત્યારે ઘરમાંથી બીજા શાળિણ આપીશ.” એમ વિચારી તેએ તે શાળિકણું નાંખી દીધા. પછી શ્રેષ્ઠીએ તેજ પ્રમાણે બીજી વહુને પાંચ કર્યું આવા ને તેજ પ્રમાણે કહ્યું, ત્યારે તેણે વિચાર ક્ય કે-“આ કોને કયાં રાખવા? જ્યારે વશુર માગશે ત્યારે તેને બીજા આપીશ, પણ આ “વશુરના આપેલા. કણ નાંખી કેમ દેવાય?” એમ વિચારી તેનાં ફેતરાં ઉખેડી તે કણોને તે ખાઈ ગઈ. એ જ પ્રમાણે ત્રીજી ને તથા ચેથીને પણ આપ્યા. ત્યારે ત્રીજીએ સારા વસ્ત્રને છેડે બાંધી ઘરેણુંનાં દાબડામાં રાખ્યા. એથીએ પોતાના બંધુઓને બોલાવીને આપ્યા. તેઓએ તેના કહેવા પ્રમાણે વર્ષાઋતુમાં વાવ્યા. તે ઉગ્યા એટલે ઘણું કણ થયા. તે સર્વ બીજે વર્ષો વાવ્યા. ત્યારે ઘણું વધારે થયા. એમ પાંચ વર્ષ સુધી વાવ્યા, એટલે તે સે મૂઢા થયા, ત્યાર પછી પાંચમે વર્ષે તે શ્રેષ્ઠીએ ફરીથી સ્વજનોને આમંત્રણ કરી ભેજન કરાવી તેની સમક્ષ મેટી વહુને બોલાવી પોતે આપેલા શાળિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust