________________ ચતુર્થ પ્રસ્તાવ. - ૧૪પ રાજા જળપાન અને આહાર કરી સ્વસ્થ થયે, અને તે પક્ષીનું શબ -સાથે લઈને પોતાના નગરમાં ગયો. ત્યાં પૂરની બહાર ઉદ્યાનમાં તે પક્ષીને ચંદનના કાષ્ટવડે અગ્નિસંસ્કાર કરી જળાંજલિ આપી તે રાજા પિતાને ઘેર જઈ શેકમાં પડ્યો. તે સર્વ જોઈ મંત્રી અને સામંત વિગેરેએ તેને પૂછ્યું કે–“હે નાથ ! તમે પક્ષીનું મરણ કૃત્ય કર્યું તેનું શું કારણ?” ત્યારે રાજાએ સમગ્ર વૃત્તાંત પોતાના પરિવારની પાસે કહ્યો. તે સાંભળી સવે આશ્ચર્ય પામ્યા. રાજાએ કહ્યું—“તે પક્ષી મને જીંદગી પર્યત વિસરશે નહીં.” તે સાંભળી સચિવ અને સામંત વિગેરેએ કહ્યું કે “હે સ્વામિન્ ! નષ્ટ થયા પછી શેક કરે એગ્ય નથી.” ઈત્યાદિક વચનેવડે રાજાને બંધ પમાડ્યા છતાં પણ તે રાજાને ખેદ દૂર થશે નહીં. જેમ વિચાર્યા વગર કાર્ય કરવાથી તે રાજાને પશ્ચાત્તાપ થયે, તેમ બીજે કોઈપણ સહસા પરમાર્થ જાણ્યા વિના કાંઈ પણ અકાર્ય કરે છે તે આ લેક તથા પરલોકમાં પરાભવ પામે તેથી શ્રેષ્ઠ બુદ્ધિવાનેએ વિચારીને જ કાર્ય કરવું યોગ્ય છે. આ પ્રમાણે કીર્તિરાજે કથા પૂર્ણ કરી, તે વખતે પ્રભાતના વાજીત્રનો શબ્દ થયે. બંદીજનો મંગળપાઠ બોલવા લાગ્યા. ત્યારે કીર્તિરાજ પણ ત્યાંથી ઉડી પિતાને સ્થાને ગયે રાજાએ વિચાર્યું કે—“ ખરેખર આ સર્વે ભાઈઓ એક ચિત્તવાળા જ જણાય છે. તેથી મેં વિચારેલું કાર્ય તેનાથી સિદ્ધ થયું નહીં.” એમ વિચારી દાસીએ આણેલા જળવડે મુખ ધંઈ સારો વેષ પહેરી રાજા સભામાં જઈને બેઠો. તે વખતે દેવરાજે ત્યાં આવી હાથ જોડી પ્રસન્ન વદનવડે રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“જેની આપને કાંઈપણ ખબર નથી, તેવી વાત કાંઈક આપને હું કહેવા ઈચ્છું છું.” તે સાંભળી ક્રોધમાંજ રાજાએ તેને ભૂકુટિની સંજ્ઞાવડે બોલવાની આજ્ઞા આપી, ત્યારે તે દેવરાજે પિશાચનાં વચનશ્રવણથી આરંભીને ભય અને આશ્ચર્યને ઉત્પન્ન કરનારી પૂર્વની સમગ્ર કથા કહી તથા વાસગૃહમાંથી તે સર્પના બને કકડા લાવી આપી ખાત્રીને માટે રાજાને પ્રત્યક્ષ 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust