________________ ૧૪ર શ્રી શાંતિનાથ ચરિત્ર. હકીકત કહી. તે સાંભળી રાણી બેલી–બહે નાથ! સિંહનું મારવું તે મને બટુકે કહ્યું નહોતુંપરંતુ કેતુકથી મહેલના સાતમે માળે હે. બેઠી હતી ત્યાંથી મેં પોતેજ જોયું હતું, તે બાબતમાં તેને કાંઈ પણ દેષ નથી.” એમ કહી રાણીએ ફરીથી પૂછયું કે–“હે રાજન ! સત્ય કહે, તે જીવે છે કે મરી ગયે?” ત્યારે રાજા શેક સહિત –“હે દેવી! મેં મેટું અકાર્ય કર્યું છે. સર્વ ગુણરત્નના સમુદ્રરૂપ બટુકને મેં નાશ કરાવ્યું છે.” આ પ્રમાણે રાજાએ પછી ઘણે શેક ર્યો, અને મનમાં અતિ દુ:ખી થયો, પણ બટુક તે ગમે તે ગયે. તેવીજ રીતે બીજા પણ જે કોઈ તેવું વિચાર્યું કાર્ય કરે છે તેને મહા પાપ લાગે છે અને તેને લેકમાં અપવાદ થાય છે.” આ પ્રમાણે દુલભરાજે કથા કહીં, તેટલામાં ત્રીજો પ્રહર પણ પૂર્ણ થયો. તેથી તે ત્યાંથી ઉઠી પોતાને મકાને ગયો અને તેની જગ્યાએ ચેાથો કીર્તિ રાજ આવ્યો. તેને પણ રાજાએ કહ્યું કે “હે કીતિરાજ ! મારું એક કાર્ય તારાથી બનશે?” તે બોલ્યા કે—“ સ્વામી! જે હું આપનું કાર્ય ન કરૂં તો આપની સેવા શી રીતે કરી શકું ?" ત્યારે રાજાએ કહ્યું–“હે કીર્તિરાજ ! જે તું મારે ખરે સેવક હોય તે તારા ભાઈ દેવરાજનું મસ્તક છેદી લાવ.” તે સાંભળી બહુ સારું ' એમ કહી રાજમંદિરમાંથી બહાર નીકળી કાંઈક કાળનો વિલંબ કરી પાછા આવીને તે ધીર પુરૂષે રાજાને કહ્યું કે -" હે. નાથ ! રાત્રિ પૂર્ણ થવા આવેલી હોવાથી સર્વે યામિક તથા મારા ત્રણે ભાઈઓ જાગે છે, તેથી અપિની આજ્ઞાને અવસરે અમલ કરીશ.” આ પ્રમાણે કહી વખત વ્યતીત કરવા માટે રાજાનો આદેશ લઈ તે કીતિરાજે પણ કથા કહી, તે આ પ્રમાણે– “આજ ભરતક્ષેત્રમાં મહાપુર નામના નગરમાં શત્રુંજય નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની રાણી હતી. એકદા કઈ વિદેશી પુરૂષે ઉત્તમ જાતિવંત એક અશ્વ રાજાને ભેટ કર્યો. તે અશ્વને જોઈ રાજાએ વિચાર્યું કે –“રૂપની શોભાએ કરીને આ અશ્વ અત્યંત પ્રશસનીય દેખાય છે, પરંતુ તેની ગતિ કેવી છે તે જાણવી જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust