________________ 138 શ્રી શતિનાથ ચરિત્ર. એમ વિચારી રાજાએ રક્ષક પુરૂષોને બોલાવી તેમને પૂછ્યું કે“ તમે તે ફળ વૃક્ષ પરથી તોડી લાવ્યા હતા કે ભૂમિપર પડેલું લાવ્યાં હતા ? " તેઓએ સત્ય હકીકત કહી.” ત્યારે રાજાએ વિચાર્યું કે– ખરેખર તે ફળ સર્પાદિકના વિષથી મિશ્રિત થયું હશે, તેથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણ વિનાશ પામ્યું; પરંતુ તે વૃક્ષ તો અવશ્ય અમૃતમયજ હતું. અહો ! મેં વિચાર્યા વિના અકાર્ય કર્યું કે જેથી ક્રોધવડે તે ઉત્તમ વૃક્ષને છેદાવી નાખ્યું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन / अतिरभसकृतानां कर्मणामाविपत्तेમેવાત હૃયવાહી શન્યતુ વિવાદ છે ? / ગુણવાળું અથવા ગુણ રહિત કાર્ય કરતી વખતે પંડિત ગુરૂ પ્રયત્નથી તેના પરિણામનો નિશ્ચય કરવો જોઈએ. કારણે કે રસ વૃત્તિથી કોઈપણ કાર્ય કરવામાં આવે તો તેનો વિપાક શલ્યની જેમ મરણ પર્યંત હૃદયને દાહ કરનાર થાય છે.” આ પ્રમાણે વિચારનારા તે રાજાએ જાવજીવ પર્યત શેક કર્યો. જેમ તે રાજાએ પરીક્ષા કર્યા વિના કાર્ય કર્યું તેમ બીજા કોઈએ કરવું નહિ.” આ પ્રમાણેની કથા કહેવામાં બીજે પ્રહર વ્યતીત થયે, એટલે વત્સરાજ ગયો અને તેને ઠેકાણે ત્રીજો ભાઈ દુર્લભરાજ આવ્યા. તે વખતે રાજાએ પોતાના મનમાં વિચાર્યું કે –“વત્સરાજે અપૂર્વકથા કહી, પરંતુ મારું કાર્ય તેણે કર્યું નહીં.” ' હવે દુર્લભરાજને પ્રતીહાર તરીકે આવેલે જાણે રાજાએ તેને કહ્યું કે–“હે દુર્લભરાજ ! તું મારું એક કાર્ય કરીશ?” તેણે કહ્યું હા. કરીશ.” રાજાએ કહ્યું—“તારા ભાઈ દેવરાજને હણીને તેનું મસ્તક લઈ આવ.” તે સાંભળી તેણે પણ આશ્ચર્ય પામી બહાર જઈ વિચાર કરી ક્ષણવારમાં પાછા આવી રાજાને કહ્યું કે–“હમણાં મારા બન્ને ભાઈઓ જાગે છે, માટે ક્ષણવાર પછી તે કાર્ય કરીશ. 8 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust