________________ 130 શ્રી શાંતિનાથ ચરિત્ર. હતો, તેવામાં તેને જોઈ કોઈએ કહ્યું કે“આ શ્રેષ્ઠીપુત્ર ધન્ય છે કે જે સ્વેચ્છાથી આવું સુખ ભેગવે છે.” તે સાંભળી કોઈ બીજે છેલ્યા કે -" મુગ્ધ ! આની પ્રશંસા કેમ કરે છે ? જે પુરૂષ પિતાની ઉપાર્જન કરેલી લક્ષ્મીને ઉપભેગ કરે તે તે કુપુરૂષ ગણાય છે. જે સ્વભુજાથી ઉપાર્જન કરેલી લક્ષ્મીને ઉપભોગ કરે અને દાન આપે તેજ પ્રશંસાને લાયક છે. કહ્યું છે કે - '' : मातुः स्तन्यं पितुर्वित्तं, परेभ्यः क्रीडयार्थनम् / पातुं भोक्तुं च लातुं च, बाल्य एवोचितं यतः // 1 // “માતાનું સ્તનપાન કરવું, પિતાના દ્રવ્યનો ઉપભોગ કરવા છે અને બીજા પાસેથી કીડાને માટે કોઈ પદાર્થને ગ્રહણ કરવો એ બાળ અવસ્થાને જ ઉચિત છે.” . આ પ્રમાણેના તેનાં વચન સાંભળી તે શ્રેષ્ઠીપુત્રે વિચાર કર્યો કે “આ પુરૂષે ઈર્ષ્યાને લીધે આવું કહ્યું છે, તે પણ મારે તે હિતકારક છે. તેથી જે હું દેશાંતરમાં જઈ ધન ઉપાર્જન કરૂં, તો જ સપુરૂષ કહેવાઉં, અન્યથા નહિં.” એમ વિચારી તેણે પોતાનો વિચાર મિત્રવર્ગને જણાવ્યો. ત્યારે મિત્રએ પણ તેના વિચારની પ્રશંસા કરી. ત્યારપછી ઘરે જઈ તેણે પિતાના ચરણને નમસ્કાર કરી મોટા આગ્રહથી કહ્યું કે–“હે પિતા ! મારે તમારી આજ્ઞાથી દ્રવ્ય ઉપાર્જન કરવા પરદેશમાં જવું છે.તે વચન સાંભળી શ્રેણી જાણે વજાથી હણાયે હોય તે દુ:ખી થશે, અને બોલ્યો કે –“હું વત્સ ! પહેલેથીજ આપણે ઘરમાં ઘણું દ્રવ્ય છે, તે તે સ્વેચ્છાએ ભેગવ અને દાન આપ. નવું ઉપાર્જનનો પ્રયાસ શામાટે કરવા જોઈએ ? દેશાંતરમાં વખતસર ભેજન ન મળે, કોઈ વખત પાણી પણ ન મળે, તેવા પ્રકારનું શયન અને આસન પણ ન મળે, વળી તારું શરીર પણ અતિ કમળ છે, માટે પરદેશ જવું ઠીક નથી.” આ પ્રમાણે પિતાનું વચન સાંભળી ફરીથી તે બે કે–“હું પિતા ! તમારી ઉપાર્જન કરેલી લક્ષ્મી માતા સમાન છે, તેથી બાલ્યાવસ્થા વિના તે મારે ભેગવવા લાયક નથી.” ઇત્યાદિ વચને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust