________________ (134 - શ્રી શાંતિનાથ ચરિત્ર. હમણું તમે સર્વ ઉપકારમાં શ્રેષ્ઠ એ મને જીવિત આપવારૂપ ઉપકાર કર્યો છે, તેમજ મને જીવિત આપવાથી તમે મારા વૃદ્ધ અને નેત્ર રહિત માતાપિતાને પણ જીવાડ્યા છે, તેથી મહા ઉપકારને કરનારા તમારે હું શું પ્રત્યુપકાર કરૂં ? તે પણું મા આણેલું આ આમ્રફળ તમે ગ્રહણ કરે.” ત્યારે સાર્થવાહ બાલ્યા કે—“ હે શુકરાજ ! હું આ આમ્રફળને શું કરું ? તું જ ભક્ષણ. કર અને તારે ખાવા લાયક સાકર, ધરાઇ વિગેરે બીજી વસ્તુ પણ હું આપું તે ખ.”તે સાંભળી પોપટે કહ્યું કે–“હે સાર્થપતિ ! આ ફળ અનેક ગુણોને કરનારું હોવાથી દુર્લભ છે. આ ફળનું વૃત્તાંત સાંભળો– - આજ ભરતક્ષેત્રમાં વિંધ્ય નામનો મોટો પર્વત છે. તેની સમીપે જગત પ્રસિદ્ધ વિંધ્યાટવી નામની અટવી છે. તેમાં એક વૃક્ષ ઉપર એક પોપટનું મિથુન રહે છે. તેમને હું પુત્ર છું. તે મારા માતાપિતા અનુક્રમે વૃદ્ધાવસ્થાને પામ્યા, તેથી નેત્રવડે તેઓ કાંઈપણ જોઈ શકતા નથી. તેથી હું જ તેમને ભક્ષ્ય લાવી આપું છું. એકદા તે અટવીમાં એક આમ્રવૃક્ષની શાખા ઉપર હું બેઠા હતા, તેટલામાં ત્યાં કોઈ બે મુનિ આવ્યા. તેમણે ચોતરફ દૃષ્ટિ નાંખી નિર્જનપણું જાણું પરસ્પર વાત કરી કે–“ સમુદ્રની મધ્યે કપિશૈલ પર્વતના શિખર ઉપર નિરંતર ફળેલે એક આમ્રવૃક્ષ છે. તેનું એકજ ફળ જે કોઈ એકવાર પણ ભક્ષણ કરે, તો તેના શરીરના સર્વ વ્યાધિઓ નાશ પામે છે, તથા તેને અકાળ મરણ અને જરાવસ્થાની જીર્ણતા થતી નથી, તેમજ તેને ઉત્તમ સૈભાગ્ય, શ્રેષ્ઠ રૂપ અને દેદીપ્યમાન કાંતિની પ્રાપ્તિ થાય છે.” આ પ્રમાણે તેનું વચન સાંભળી મેં વિચાર્યું કે–“મુનિનું વચન કદાપિ અસત્ય હેતું નથી. તેથી જે હું તે ફળ લાવીને મારા માતાપિતાને આપું તો તેઓ યુવાવસ્થાવાળા અને સારા નેત્રવાળા થાય.” એમ વિચારીને તે સાથે મેં ત્યાં જઈ તે ફળ આણેલું છે, તે તમે ગ્રહણ કરે,હું બીજું ફળ લાવીને મારા માબાપને આપીશ. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust