________________ ચતુર્થ પ્રસ્તાવ. : 135 ( આ પ્રમાણેનું પોપટનું વચન સાંભળી તેના આગ્રહથી શ્રેષ્ઠીએ તે ફળ લીધું. પિોપટ ફરીથી આકાશમાં ઉડીને ગયે. ત્યારપછી શ્રેણીએ વિચાર્યું કે -" આ ફળ જે કઈ નરેંદ્રને આપ્યું હોય તો તેથી ઘણુ મનુષ્યોને ઉપકાર થાય. હું ભક્ષણ કરૂં તેથી શું? અને ભક્ષણ ન કરૂં તેથી કરીને પણ શું ? " એમ વિચારી તેણે તે આમ્રફળ પોતાની પાસે ગુપ્ત રીતે રાખ્યું. - કેટલેક દિવસે તે વહાણ સામે કાંઠે પહોંચ્યા. એટલે શ્રેષ્ઠીપુત્ર વહાણમાંથી ઉતરી ભેટ ગ્રહણ કરીને રાજા પાસે ગયો. તેને બીજી ભેટ ધર્યા પછી પેલા પોપટે આપેલું આમ્રફળ રાજાના હાથમાં આપ્યું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામીને પૂછ્યું કે -" સાર્થવાહ! આ ફળ કેવું છે? " ત્યારે તેણે રાજા પાસે તે ફળને પરમાર્થ કહી બતાવ્યું. તે સાંભળી રાજાએ સંતુષ્ટ થઈ તેનું સઘળું દાણ માફ કર્યું. શ્રેણી “મહાપ્રસાદ” એમ કહી પોતાને સ્થાને ગયે. પછી વહાણનું કરિયાણું વેચી ત્યાંથી બીજું કરિયાણું ગ્રહણ કરી, વહાણમાં નાંખી સમુદ્રમાર્ગો પાછો ગંભીર નગરમાં આવી ત્યાંથી ચાલતાં તેજ કાદંબરી નામની મોટી અટવામાં આવી પહોંચ્યા. ત્યાં નિવાસ કરીને સાથે સર્વ લેક સહિત રહ્યો. રાત્રિને સમયે સાથેના લેકે કરિયાણાની ફરતા સુતા, અને તેની ફરતા યામિક જાગતા રહી ચોકી કરવા લાગ્યા. તેવામાં પાછલી રાત્રે 8 મારે, મારે, ”એવા શબ્દ બેલતી જિલ્લાની ધાડ અકસ્માત પ્રગટ થઈ. તે વખતે સાર્થવાહ પણ બખ્તર પહેરી સુભટો સહિત તેની સાથે યુદ્ધ કરવા તૈયાર થયે. તેટલામાં સાથેશને બંદી બે કે–“હે સ્થિરચિત્તવાળા શાથેશ ધનદત્ત ! તું જય પામ” તે વખતે ધાડના સ્વામી પલ્લી પતિએ પૂર્વના ઉપકારી ધનદત્તનું નામ ભાટના મુખથી સાંભળી મનમાં શંકા પામી યુદ્ધ કરતા ભિલ્લોને એકદમ બંધ કર્યા અને પિતે શસ્ત્ર રહિત તે સાર્થવાહને મળવા માટે ગયા. ધનદત્તે પણ તેને ઓળખી સંભ્રમથી કહ્યું કે –“અહો ! કૃતજ્ઞ પુરૂષમાં શિરોમણિ! તું કુશળ છે?” પછી તે બને પરસ્પર મળી એક આસન પર બેઠા. સાથે પતિએ તેને તાંબુલ વિગેરે આપી સત્કાર કર્યો. પલ્લી પતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust