________________ 128 - શ્રી શાંતિનાથ ચરિત્ર. ઉપર સપના રૂધિરના બિંદુઓ જોયા. તે ઈ રાણને વિષને સંક્રમ થશે, એવા ભયથી તેણે પોતાના હાથવડે તે બિંદુઓ લૂછી લીધા. આ અવસરે જાગૃત થયેલા રાજાએ દેવીના ઉર:સ્થળને વિષે (સ્તન ઉપર) તેને હસ્તસ્પર્શ કરતો જોયે. તેથી કપ પામી વિચાર કર્યો કે આ દુરાત્માને હું મારી નાંખું.” ફરીથી વિચાર્યું કે –“આ બળવાન છે, મારા એકલાથી મારી શકાય તેમ નથી, તેથી કોઈ પણ ઉપાયથી આ રાણુના વંચકને હું અવશ્ય મારીશ.” આ પ્રમાણે રાજાએ વિચાર કર્યો. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે / " आयुषो राजचित्तस्य, धनस्य च धनस्य च / તથા હેલ્થ સેક્સ, નારિત #ro વિફર્વતામ્ " આયુષ્ય, રાજનું ચિત્ત, ધન,મેઘ, સ્નેહ અને શરીર-આછે ટલાને વિકાર પામતાં વાર લાગતી નથી.” કેપ પામેલો રાજા નિદ્રાળુ અવસ્થાએજ પડ્યો રહ્યો, તેટલામાં ઘટિકાગ્રહમાં રાત્રિને પહેલે પહાર વાગ્યે, એટલે લઘુ ભ્રાતા વત્સરાજને પિતાને સ્થાને ગોઠવી દેવરાજ પિતાને મુકામે ગયો. તે વખતે રાજા બોલ્યો કે -" અરે ! હમણાં કેણ પ્રતિહાર છે ? " તે –“હે દેવ ! આપનો સેવક હું વત્સરાજ પ્રતિહાર છું.” રાજાએ કહ્યું-“હે વત્સરાજ ! તું મારા એક હુકમ બજાવીશ ? " તે બે –“હે સ્વામિન્ ! શીધ્ર આજ્ઞા આપે, જે આપ આદેશ આપશે તે હું કરીશ.” રાજાએ કહ્યું–“જે એમ છે તો તારા ભાઈ દેવરાજનું મસ્તક કાપીને લાવ.” તે સાંભળી-બહુ સારું.’ એમ બેલી રાજમંદિરમાંથી બહાર નીકળી વત્સરાજ પોતાના મનમાં ચિંતવવા લાગ્યું–ખરેખર કોઈ પણ કારણથી રાજા આજે દેવરાજ ઉપર અતિ કોપાયમાન થયા જણાય છે, અને શરીર, સ્ત્રી અથવા ધનના દ્રોહ વિના આવો કોપ હોઈ શકે નહીં, પરંતુ તે દ્રોહ મારા ભાઈએ કર્યો હોય તે સંભવતું નથી. કહ્યું છે કે " ये भवन्त्युत्तमा लोके, स्वप्रकृत्यैव ते ध्रुवम् / अप्यङ्गीकुर्वते मृत्यु, प्रपद्यन्ते न चोत्पथम् // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust