________________ . ચતુર્થ પ્રસ્તાવ 129 भीता जनापवादस्य, ये भवन्ति जितेन्द्रियाः / અનાર્થ નૈવ કુત્તિ, તે મહામુનો યથા રા” કે જેઓ લેકમાં સ્વભાવથીજ ઉત્તમ છે, તેઓ ભલે મૃત્યુને અંગીકાર કરે, પરંતુ ઉન્માર્ગને આશ્રય કરતા નથી. જે જિતેંદ્રિય પુરૂષે કાપવાદથી ભય પામતા હોય છે તેઓ મહામુનિયેની જેમ અકાર્યને કરતાજ નથી.” આ પ્રમાણે વિચારીને વત્સરાજે ધાર્યું કે–“ રાજાએ તે આજ્ઞા આપી છે, પરંતુ હું આવું અકૃત્ય કેમ કરૂં? અને રાજાને આદેશ પણ ઉલ્લંઘવા લાયક નથી. તે પણ કાળનો વિલંબ કરૂં. કાળને વિલંબ પણ અશુભનું નિવારણ કરનાર છે, એમ વિદ્વાને કહે છે.” આ પ્રમાણે વિચારી રાજા પાસે આવું તેણે કહ્યું કે –“હું સ્વામિન્ ! તે દેવરાજ હજુ જાગે છે, અને તેને જાગતાં હણવાને કઈ શક્તિમાન નથી, તેથી તે જ્યારે નિદ્રાવશ થશે ત્યારે હું તેને મારીશ.” તે સાંભળી રાજાએ તેનું વચન માન્ય કર્યું. ફરીથી વત્સરાજે કહ્યું કે –“હે પ્રભુ! કાળ નિર્ગમન કરવા માટે આપ એક વાર્તા કહે, અથવા હું વાર્તા કહું તેને આપ સાવધાન થઈને સાંભળે.” રાજાએ કહ્યું–“હે ભદ્ર! તુંજ વાર્તા કહે.” આ પ્રમાણે રાજાની આજ્ઞા મળવાથી વત્સરાજે કથા કહેવા માંડી. - - આજ ભરતક્ષેત્રમાં પાટલીપુર નામનું નગર છે. તેમાં પ્રતાપવાળે અને નય વિનયાદિક ગુણોએ કરીને ભૂષિત પૃથ્વીરાજ નામે રાજા હતા. તેને સુભગા નામની પ્રાણપ્રિયા હતી. તે નગરમાં નિર્મળ આચારવાળો, સવિચારવાળે અને કૃપાના આધારભૂત રત્નસાર નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેને હજીકા નામની પ્રિયા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પવિત્ર ચરિત્રવાળો ધનદત્ત ના પુત્ર હતો. તે શ્રેષ્ઠીપુત્ર બાલ્યાવસ્થાને ઓળંગી કળાને અભ્યાસ કરી યુવાવસ્થાને પામ્યું. એકદા તે ઉત્તમ વેષ પહેરી મિત્ર અને બંધુઓ સહિત પોતાને ઘરેથી નીકળી કેઈ કાર્યને માટે માર્ગે ચાલ્યા જતો 17. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust