________________ 126 * શ્રી શાંતિનાથ ચરિત્ર. . પ્રિયા હતી. તેની કુક્ષિથી અનુક્રમે ચાર પુત્ર ઉત્પન્ન થયા. તેમનાં નામ અનુક્રમે આ પ્રમાણે પાડ્યા. પહેલા દેવરાજ, બીજે વત્સરાજ, ત્રીજે દુર્લભરાજ અને ચેાથે કીર્તિરાજ. તે ચારેને. તેમના પિતાએ કળાભ્યાસ કરાવ્યું, અને તેઓ અનુક્રમે યુવાવસ્થા પામ્યા, ત્યારે તેમને અનુરૂપ કન્યાઓ પરણાવી. એકદા તે રાજા વિષમ વ્યાધિથી પીડિત થયે, તે વખતે મોટા પુત્ર દેવરાજને રાજ્ય પર સ્થાપન કરી તેને હિતશિક્ષા આપી રાજા પરલોકમાં ગયો. ત્યારપછી દેવરાજે કેટલાક કાળ પિતાના રાજ્યનું પાલન કર્યું, દરમિયાન તેના બળવાન પિત્રાઈઓએ એકત્ર થઈ બળાત્કારે દેવરાજનું રાજ્ય ગ્રહણ કર્યું, અને તેને તેના ભાઈઓ સહિત દેશનિકાલ કર્યો. હે દેવ ! તે આ દેવરાજ ત્રણ નાના ભાઈઓ સહિત આપની પાસે સેવા કરવાની ઈચ્છાથી આવ્યું છે.” તે સાંભળી હર્ષ પામેલે રાજા બે કે–“તમે મારી પાસે આવ્યા તે ઘણું સારું કર્યું, કેમકે પુરૂષને સત્પરૂનો જ આશ્રય હોય છે.” એમ કહી રાજાએ પ્રતિહારને આજ્ઞા કરીને તેમને રહેવા માટે સર્વ સામગ્રી સહિત માટે મહેલ અપાવ્યો. ત્યારપછી સ્વામીની ભક્તિ કરવામાં કુશળ એવા તે ચારે સેવકોને રાજાએ પ્રસન્નતાપૂર્વક પોતાના અંગરક્ષક કર્યો. તેઓ વિશેષ કરીને રાત્રિએ અનુક્રમે એક એક પ્રહર શસ્ત્રબદ્ધ થઈ સુતેલા રાજાના શરીરની રક્ષા કરવા લાગ્યા. એકદા ગ્રીષ્મ ઋતુમાં દેવરાજ રાજાની આજ્ઞા લઈ સમીપના ગામમાં કાંઈ કાર્ય માટે ગયે. ત્યાં જઈ કાર્ય કરી મધ્યાન્હ સમયે તે પાછો વળ્યો, માર્ગની મધ્યમાં આવતાં મહાભયંકર ઉગ્ર વાયુને વીંટાળિયે ચડ્યો, પ્રચંડ વાયુએ ઉડાડેલી ધૂળ ઉછળવા લાગી, મેટા કાંકરાઓ પડવા લાગ્યા, પાંદડાં અને તૃણ આકાશમાં ભમવા લાગ્યા, તે સાથે વૃષ્ટિ પણ વરસવા લાગી, અત્યંત ગર્જના થવા લાગી અને નેત્રને સંતાપ કરે તેવી વીજળી ચમકવા લાગી. તે વખતે ધૂળ અને જળથી ભય પામેલે દેવરાજ એક વટ વૃક્ષને આશ્રય કરી ઉભું રહ્યો, તેટલામાં તે વૃક્ષ ઉપર કાંઈક શબ્દ થવા લાગ્યો. તેણે વિચાર્યું કે –“આ વૃક્ષ ઉપર કયું છે ? અને તે P.P. Ac. Gunratnasuri'M.S. Jun Gun Aaradhak Trust