________________ 124 શ્રી શાંતિનાથ ચરિત્ર. કાળે કાંઇક તપ અનુષ્ઠાન કરી, વિદ્યુદંષ્ટ નામને વ્યંતર જાતિન: દેવ થયા હતા. તે દેવે વજાયુદ્ધ કુમારને જળક્રીડા કરતા . પૂર્વ ભવના દ્વેષને લીધે તેનો વિનાશ કરવા માટે એક માટે પર્વત ઉપાડી વાવ ઉપર મૂક્યા, અને તેની નીચે રહેલા તે કુમારને નાગપાશે કરીને મજબુત બાંધી લીધો. વજાયુદ્ધ કુમાર ચકવતી થવાને હોવાથી મહા બળવાન હતું અને બે હજાર યક્ષેથી અધિષ્ઠિત હતો. તેથી તત્કાળ નાગપાશને તેડી પર્વતને ભાંગી નાખી શરીર કાંઈપણ ક્ષત થયા વિના વાવમાંથી બહાર નીકળે અને સર્વ રાણીઓ સહિત વનમાં કીડા કરવા લાગ્યું. આ અવસરે ઇંદ્ર મહાવિદેહમાં તીર્થકરને વાંદી શાશ્વત તીર્થની યાત્રા કરવા માટે નંદીશ્વર દ્વિીપ તરફ જતા હતા. તેમણે વાયુદ્ધને પર્વત ભાંગી નાગપાશ તોડી વાવમાંથી બહાર નીકળતા જોયા. તે જોઈ આશ્ચર્ય પામેલા ઈk જ્ઞાનને ઉપગ દઈ તેને ભાવી તીર્થકર જાણું અત્યંત ભક્તિથી પ્રણામ કર્યા અને બે હાથ જોડી આ પ્રમાણે સ્તુતિ કરી કે -" હે કુમારેંદ્ર! તમને ધન્ય છે. કારણ કે તમે આજ ભરતક્ષેત્રમાં કલ્યાણ અને શાંતિને કરનાર શ્રી શાંતિનાથ નામે સોળમા તીર્થંકર થવાના છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને દેવેંદ્રનંદીશ્વરદ્વીપે ગયા. પછી કુમાર ઉદ્યાનમાં કીડા કરીને પરિવાર સહિત પોતાના મહેલમાં આવ્યા. આ એકદા પાંચમા દેવલોકના વાસી લોકાંતિક દેએ આવી શ્રી ક્ષેમકર રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિન્ ! ધર્મતીર્થ પ્રવર્તાવે.” તે સાંભળી પિતાને દીક્ષા સમય નજીક જાણ ક્ષેમકર. રાજાએ વજાયુદ્ધ કુમારને રાજ્યપર સ્થાપન કરી સાંવત્સરિક દાન' આપ્યું. વર્ષની પ્રાંતે ચારિત્ર ગ્રહણ કરી છદ્મસ્થ અવસ્થાએ કેટલાક કાળ વિહાર કરી ઘાતિકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારપછી દેવેએ સમવસરણ રચ્યું. તેમાં બેસી ક્ષેમકર જિનેશ્વરે આ પ્રમાણે ધર્મદેશના આપી–“હે ભવ્ય પ્રાણુઓ! ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુ તુલ્ય ધર્મ નિરંતર સેવવા લાયક છે. વળી આ ધર્મ ચુત, શીળ અને દયા વિગેરેવડે સારી રીતે પરીક્ષા કરવા લાયક છે; પરીક્ષા કર્યા વિના આદરવા ગ્ય નથી. જેમકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust