________________ واج તૃતીય પ્રસ્તાવ ત્યાર પછી તે બંને ભાઈએ બારમી વાર ધનના લેભથી જળમાર્ગે જવા તૈયાર થયા, ત્યારે તેમના પિતાએ કહ્યું કે–“હે પુત્રો! આપણા ઘરમાં પુષ્કળ ધન છે, તે ધન ઈચ્છા પ્રમાણે દાનમાં અને ભેગમાં વાપરે. અગ્યાર વાર તમે ક્ષેમકુશળ આવ્યા છે, પરંતુ હવે બારમી વાર કદાચ તમને વિધ્ર પશુ થાય, માટે અતિ લેભ કરવો ઠીક નથી. જે મારું વચન માને તે હવે તમે ઘરે જ રહે.” આ પ્રમાણે પિતાએ કહ્યું ત્યારે તેઓ બેલ્યા કે—“હે પિતા ! આવું વચન ન બેલો. આ વખતની વહાણની યાત્રા પણ તમારી કૃપાથી કુશળજ થશે.” એ પ્રમાણે કહી તે બંને અનેક પ્રકારનાં કરિયાણું લઈ જળ ઈધન વિગેરે સર્વ સામગ્રી તૈયાર કરી વહાણ ઉપર આરૂઢ થઈ સમુદ્ર માર્ગે ચાલ્યા. તેઓ મધ્ય સમુદ્રમાં પહોંચ્યા. એટલે અકસ્માત્ મેઘને અંધકાર થયે, આકાશમાં ગર્જના થવા લાગી, વિજળીના ઝબકારા થવા લાગ્યા અને પ્રચંડ વાયુ વાવા લાગ્યો. તેથી તે વહાણ દૈવયોગે ક્ષણવારમાંજ ભાંગી ગયું. વહાણમાં રહેલા સર્વ લેકે ડૂબી ગયા. તે વખતે વહાણના સ્વામી જિનપાલિત અને જિનરક્ષિત પાટિયું મળવાથી તેને દઢ રીતે વળગી પડ્યા. એટલે ત્રીજે દિવસે રત્નદ્વીપને કાંઠે નીકળ્યા. તે દ્વિપમાં તેઓ નાળીએરીના ફળ (શ્રીફળ) ખાઈ પ્રાણવૃત્તિ કરવા લાગ્યા, અને નાળીએરીનું તેલ શરીરે ચોળી સજીદેહવાળા થઈ ત્યાંજ રહ્યા. આ એકદા કઠોર, નિર્દય અને તિક્ષ્ણ ખરુંને ધારણ કરતી તે રત્નદ્વીપની અધિષ્ઠાયિકા દેવીએ તેમની પાસે આવીને કહ્યું કે –“જે તમે મારી સાથે વિષયસેવન કરશે તે જ તમે કુશલતાથી રહી શકશે, નહીં તે આ ખડથી તમારાં મસ્તક છેદી નાંખવામાં આવશે.” , તે સાંભળી ભયભીત થઈને તેઓ બોલ્યા કે–“હે દેવી ! અમારૂં. વહાણ ભાંગી જવાથી અમે અહીં તારે શરણે આવ્યા છીએ. તું જે કાંઈ અમને કહીશ તે કરવા અમે તૈયાર છીએ.” આ પ્રમાણેનું તેમનું વચન સાંભળી તે દેવી પ્રસન્ન થઈ તેમને પિતાને ઘેર લઈ - 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust