________________ 118 શ્રી શાંતિનાથ ચરિત્ર વૃષભ એ ત્રણ સ્વમથી સૂચવેલે દમિતારિ નામનો પુત્ર પ્રસવ્યું. તે પ્રતિવાસુદેવ થયો. તે મારે પુત્ર દમિતારિ યુવાવસ્થાને પામ્યા, ત્યારે મેં તેને ઘણી રાજકન્યાઓ પરણાવી. ત્યારપછી તે પુત્રને રાજ્યપર સ્થાપન કરી મેં ચારિત્ર ગ્રહણ કર્યું. તે દમિતારિને મદિરા નામની એક પ્રિયા હતી, તેણીની કુક્ષિમાં શ્રી દત્તાનો જીવ ઉત્પન્ન થયો. તે તું કમકશ્રી થઈ છે. પૂર્વ ભવમાં તે એકવાર ધર્મનો સંદેહ કર્યો હતો, તે કર્મને લીધે હે ભદ્રે ! તને આ બંધુવિયેગાદિક દુ:ખ પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે તે કનકશ્રીએ પિતામહ મુનિના મુખથી પિતાને પૂર્વ ભવ સાંભળી સંસાર ઉપરથી વૈરાગ્ય પામી અપરાજિત અને અનંત વીર્યને બે હાથ જોડીને કહ્યું કે–“હે શ્રેષ્ઠ પુરૂષે ! : તમે મને આજ્ઞા આપો તે હું ચારિત્ર અંગીકાર કરૂં.” તેઓ બોલ્યા કે –“એક વાર સુભગાપુરીમાં ચાલ, ત્યાં ગયા પછી સ્વયંપ્રભ નામના જિનેશ્વરની પાસે તું દીક્ષા ગ્રહણ કરજે.” તે સાંભળી કનકશ્રી તુષ્ટમાન થઈ. પછી તે કીર્તિધર મુનિને નમસ્કાર કરી, વિમાનમાં બેસી બળદેવ અને વાસુદેવ તે કન્યા સહિત પોતાની પૂરીમાં આવ્યા. એકદા શ્રી સ્વયંપ્રભ તીર્થકર પૃથ્વીપર વિહાર કરતા કરતા સુભગાપૂરીએ સમવસર્યા. તે વખતે તે બળ અને કેશવે ત્યાં જઈ પ્રભુને વાંદી કનકશ્રી સહિત ધર્મ શ્રવણ કર્યો. કનકશ્રી પ્રથમથી વિરક્ત તે હતી જ, તે જિનેશ્વરની વાણી સાંભળી વિશેષ વૈરાગ્ય પામી, વ્રત લેવાના અભિલાષવાળી થઈ. ત્યારે બળદેવ અને વાસુદેવે ઘણું હર્ષથી તેણીને દીક્ષા મહોત્સવ કર્યો. કનકશ્રી દીક્ષા ગ્રહણ કરીને એકાવળી વિગેરે ઉત્કૃષ્ટ તપ કરવા લાગી. પછી શુલડ્યાન વડે ચાર ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને પ્રાંતે મોક્ષે ગઈ. . અપરાજિત નામના બળદેવને વિરતા નામની પ્રિયા હતી. તેણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી સુમતિ નામની પુત્રી હતી. તે બાલ્યાવસ્થાથી આરંભીને જીવાજીવાદિક તત્તવો જાણવામાં નિપુણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust