________________ તૃતીય પ્રસ્તાવના હતી, તપ કર્મમાં ઉદ્યમવાળી હતી અને શ્રી જિન ધર્મમાં રાગવાળી હતી. એકદા ઉપવાસને પારણે સમતા ગુણવાળા, ઇંદ્રિયને દમન કરનારા અને ક્ષમાગુણથી શોભતા વરદત્ત નામના મુનિ તેણીને ઘેર આવ્યા. તે વખતે તેણીએ ઉપવાસનું પારણું હોવાથી પિતાને માટે પાત્રમાં મનહર ભજન પીરસ્યું હતું, તેમાંથી શુભ ભાવનાએ કરીને તે મુનિને વહોરાવ્યું. તે વખતે ઉત્તમ મુનિને દાન કરવાના પ્રભાવથી ત:કાળ તેણીની ભક્તિથી રંજિત થયેલા દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. મુનિ પિતાને સ્થાને ગયા. તે આશ્ચર્ય જઇ બળદેવ અને વાસુદેવ વિચાર કરવા લાગ્યા કે—“ આ કન્યા પુણ્યશાળી છે, તેને ધન્ય છે.” એમ વિચારી તેને વિવાહ ચગ્ય થયેલી જાણી મંત્રીઓ સાથે વિચાર કરી અત્યંત આનંદથી તેઓએ તેણીને માટે સ્વયંવર મંડપ રચાવ્યો. પછી ચારે દિશામાં લેખ મોકલીને સર્વ રાજાઓને બોલાવ્યા. તેઓ સર્વે આવીને મંડપમાં બેઠા. પછી કન્યા પણ શણગાર સજીને હાથમાં વરમાળા લઈ શુભ મુહૂતે મંડપમાં આવી, તેટલામાં તેણીની પૂર્વ ભવની બહેન દેવતા કે જેણની સાથે તેણીએ પૂર્વ ભવમાં પિતાને પ્રતિબંધ કરવાનો સંકેત કર્યો હતો, તે દેવતાએ આવી તે કન્યાને વ્રત લેવા માટે પ્રતિબોધ કર્યો. તેથી તે પ્રતિબોધ પામી, દઢ વૈરાગ્યવાળી થઈ. તેથી સ્વયંવરમાં આવેલા સર્વ રાજાઓની રજા લઈ તથા બળદેવ અને કેશવની પણ સંમતિ લઈ પાંચસો કન્યા સહિત સંયમ અંગીકાર કરી સુવ્રતા નામની ગુરૂણીની પાસે રહી. પછી નિર્મળ તપસ્યા કરી લપકણિ પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામીને ભવ્ય પ્રાણીઓને પ્રતિબધ કરી, સુમતિ સાધ્વી પ્રાંતે મોક્ષે ગયા. અનંતવીર્ય વાસુદેવ ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, મરણ પામી, નિકાચિત કર્મના વેગથી બેંતાલીશ હજાર વર્ષના આયુષ્યવાળ પહેલી નરકમાં નારકી થયા. અપરાજિત રાજા કેટલાક કાળ સુધી બંધુના વિયોગે કરીને અત્યંત શકાકુળ રહ્યા. તે વખતે ધર્મમાં નિપુણ કે મંત્રીએ અપરાજિત રાજાને કહ્યું કે –“હે સ્વામિન્ ! જે આપની જેવા મહાપુરૂષે પણ મેહરૂપી પિશાચવડે છળાશે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust