________________ તૃતીય પ્રસ્તાવ. દોષ રહિત થઈ. ત્યારપછી સર્વે લેકે સુખી થયા. નૃસિંહ રાજા પણ સુખે સુખે રાજ્ય કરવા લાગ્યા. ત્યારપછી તે જ શ્રી જયંધર નામના આચાર્ય ત્યાં પધાર્યા. તેમની પાસે પહેલાં આ રાજાના પિતા જિતશત્રુ રાજાએ દીક્ષા ગ્રહણ કરી હતી. તેમનું આગમન સાંભળી નૃસિંહ રાજા તેમને વાંદવા ગયે, અને તેમની પાસે ધર્મ સાંભળી પ્રતિબંધ પામી ગુણસાગર નામના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી વૈરાગ્યથી ચારિત્ર ગ્રહણ કર્યું. પછી ઉગ્ર તપસ્યા કરવાવડે કર્મનો ક્ષય કરી તે રાજર્ષિ એક્ષપદને પામ્યા. . ઇતિ નૃસિંહ રાજર્ષિની કથા. આ પ્રમાણે કથા કહીને સુવ્રત સાધુએ શ્રીદત્તાને કહ્યું . કે-“હે ભદ્ર! જેમ તે યોગીના ચવડે તે એક સ્ત્રીના અસ્થિ મજ વાસિત થયા હતા, તેમ તું પણ કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નની જેવા, વાંછિત અર્થને આપનારા તથા જેનું ફળ તેં સાક્ષાત્ જોયું છે એવા ધર્મવડે તારા આત્માને વાસિત કર, અને ચિત્તમાં ધર્મ ઉપરને રાગ નિશ્ચળ કર.” આ પ્રમાણે સાંભળી તે શ્રીદત્તાએ તેજ મુનિની પાસે શુદ્ધ સમકિત સહિત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી મુનિએ અન્યત્ર વિહાર કર્યો. શ્રીદત્તા ઘેર જઈ વિધિપ્રમાણે ધર્મનું પાલન કરવા લાગી. એકદા કર્મપરિણામના વશથી તે શ્રીદત્તાને પોતાના મનમાં સં. દેહ થયો કે–આ જિનધર્મને હું પ્રયત્નથી પાળું છું, પરંતુ તેનું કાંઈ પણ ફળ થશે કે નહીં ?" આ પ્રમાણે વિચિકિત્સા કરી. આયુષ્યને અંતે મરણ પામી તે શ્રીદત્તા જે ઠેકાણે ઉત્પન્ન થઈ તે સ્થાન તમે સાંભળે– ' આજ વિજયમાં તાલ્ય પર્વત ઉપર સુરમંદિર નામના નગરમાં કનકપૂજ્ય નામે રાજા હતા. તેને વાયુવેગા નામની પ્રિયા હતી. તેણુની કુક્ષિથી ઉત્પન્ન થયેલો કીર્તિધર નામે પુત્ર તે હું છું. મારે અનલગ નામની પ્રિયા હતી તેણીએ હસ્તી, કુંભ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust