________________ - ચતુર્થ પ્રસ્તાવ. ( 121 મેઘનાદને જે, એટલે તેને સ્નેહથી બોલાવ્યો અને તેને પૂર્વ ભવનું સ્વરૂપ કહી ધર્મને પ્રતિબંધ આપ્યો. પછી અમ્યુરેંદ્ર તે પિતાને સ્થાને ગયે. પરંતુ મેઘનાદ ખેચરે તેમના ઉપદેશથી વૈરાગ્ય પામી અમરસૂરિ નામના ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી, અને નંદનવનમાં જઈને ઉગ્ર તપ તપવા લાગ્યા. . અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને પુત્ર અસુરકુમારમાં ઉત્પન્ન થયે હતો, તેણે મેઘનાદ મુનિને જોઈ પૂર્વ ભવનું વૈર સંભારી એક રાત્રિની પ્રતિમાઓ રહેલા તે મુનિને મોટા ઉપસર્ગો કર્યા, પણ તે મુનિ ધ્યાનથી ચળાયમાન થયા નહિ. પ્રાત:કાળે પ્રતિમાને પારી પૃથ્વીતળ પર તેમણે વિહાર કર્યો. છેવટે સમાધિવડે મરણ પામી, તે પણ અચુત દેવલોકમાં દેવ થયા. આ પ્રમાણે આચાર્ય શ્રી અજિતપ્રભુસૂરિએ રચેલા ગદ્યબંધ શ્રી શાંતિનાથ ચરિત્રને વિષે છઠ્ઠા અને સાતમા ભવના વર્ણનરૂપ ત્રીજો પ્રસ્તાવ સમાપ્ત થયે. प्रस्ताव 4 थो. અહીં જંબદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં શીતેદા નદીને * કાંઠે મંગલાવતી નામના વિજયમાં રત્નસંચયા નામની સિદ્ધાંત માં કહેલી શાશ્વતી નગરી વર્તે છે. તેમાં પ્રજાનું શ્રેમ કરનાર ક્ષેમકર નામે રાજા હતા. તે છવસ્થપણામાં રહેલા તીર્થકર હતા. તે રાજાને રત્નમાળા નામની પ્રિયા હતી. અન્યદા અપરાજિતને જીવ બાવીશ સાગરોપમના આયુષ્યને પૂર્ણ કરી અમ્યુત દેવલોકના ઇંદ્રપદથી ચવીને તે રત્નમાળાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયું. તે વખતે શયામાં સુખે કરીને સુતેલી તે દેવીએ રાત્રે હસ્તીથી આરંભીને નિર્ધમ અગ્નિ પર્યત વૈદ મહાસ્વપ્ન જોયાં, પંદરમાં સ્વમમાં તેને વનું દર્શન થયું. તે સ્વપનોને હૃદયમાં ધારી તેણીએ પ્રાત:કાળે 16 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust