________________ વતીય પ્રસ્તાવ. 105 લેભથી પોતેજ દાસીઓનું રૂપ ધારણ કરી શીધ્રપણે દમિતારિરાજાની પાસે ગયા તેમણે પિતાની કળા કુશળતા બતાવી રાજાને રંજન કર્યો. ત્યાર પછી રાજાએ તેમને કહ્યું કે “હે દાસીઓ! તમારે કનકશ્રી નામની મારી પુત્રીની પાસે રહી તેને વિનદ આપ.તે સાંભળી તેમણે “બહુ સારૂં” એમ કહી વિચાર કર્યો કે–“જેમ બીલાડીને દુધનું રક્ષણ કરવા રાખે તેમ આ રાજાએ આપણને આદેશ આપે છે. એમ વિચારી દાસીના રૂપને ધારણ કરનારા તે બન્ને ભાઈઓ અદ્વિતીય રૂપને ધારણ કરનારી કનકશ્રી નામની રાજકન્યા પાસે ગયા. કન્યાનું રૂપ જોઈ તેમણે વિચાર્યું કે “અહો ! વિધાતાએ સર્વ સુંદરતા અને ઉપમાનવાળા પદાર્થોને એકત્ર કરી આ કન્યાનું રૂપ બનાવ્યું જણાય છે, આના જેવું બીજું રૂપ વિશ્વમાં છેજ નહીં.” આ પ્રમાણે વિચાર કરી તેમણે મધુરતાવાળા, મશ્કરીવડે મનોહર અને દેશી ભાષાથી મિશ્રિત વચનના સમૂહવડે તે કન્યાને બેલાવી. તે વખતે કનકશ્રી કન્યાએ તેમની વચનની ચતુરાઈ સાંભળી તેમને અત્યંત સન્માન આપ્યું, અને આસન વિગેરેવડે તેમને સત્કાર કર્યો. પછી તે કન્યાએ તેમને “અનંતવીર્યનું રૂપ કેવું છે?” એમ પૂછયું. ત્યારે દાસીના રૂપને ધારણ કરનારા અપરાજિતે અનંતવીર્યના ગુણો તેની પાસે આ પ્રમાણે કહ્યા કે— " હે કન્યા ! તે અનંતવયના ચાતુર્ય, રૂપ, સૌંદર્ય, ગાંભીય, ઔદાર્ય અને ઘેર્યાદિક ગુણો એક જિહાથી વર્ણન કરી શકાય તેવા નથી. ત્રણ જગતમાં પણ અનંતવીર્ય રાજાની જેવો ગુણવાન અને રૂપવાન કેઈ પણ પુરૂષ નથી. ભાગ્યવિના તેનું નામ પણ સંભળાતું નથી, તે તેના રૂપ અને લાવણ્યનું દર્શન તો કયાંથીજ થાય?” આ પ્રમાણે તેના ગુણનું વર્ણન સાંભળી કનકશ્રી અત્યંત રોમાંચિત - થઈ. તેના ગુણ વર્ણનથી મોહ પામેલી તે કન્યાને જોઈ દાસી રૂપ અપરાજિતે તેણીને કહ્યું કે–“હે રાજપુત્રી ! જે તને તેનું રૂપ જોવાનું કૌતુક હોય તો હમણાંજ તેનું રૂપ હું તને દેખાડું.” તે સાંભળી તે બોલી કે –“જે તેમ બની શકે તો બીજું શું જોઈએ? - 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust