________________ 108 શ્રી શાંતિનાથ ચરિત્ર. કરી નાંખીશ.” એમ કહી ને ઉંચું કરી તેને હણવા માટે દોડ્યએટલે ખરું અને ઢાલને ધારણ કરનારા અનંતવી પોતાની સન્મ* આવતા દમિતારિ ઉપર ચક્ર મૂકી તેને મૃત્યુ પમાડ્યો. તે વખતે વ્યંતર દેવોએ અનંતવીર્ય ઉપર અપની વૃષ્ટિ કરી અને મોટે સ્વર સર્વ જનની સમક્ષ કહ્યું કે આ અનંતવીર્ય અર્થ વિજયના સ્વામી વાસુદેવ થયા છે, અને તેના ભાઈ અપરાજીત બળદેવ થયા છે. તેથી તે બન્ને ચિરકાળ સુધી જય પામે. ત્યાર પછી સર્વ વિદ્યાધર સુભટેએ વાસુદેવને પ્રણામ કરી તેનો આશ્રય કર્યો. તેમને વરુ દેવે સારી રીતે સત્કાર કર્યો. * પછી અપરાજિત અને અનંતવીર્ય રાજા વિદ્યાધર સહિત મનોહર વિમાન ઉપર આરૂઢ થઈ પોતાની પુરી તરફ ચાલ્યા. માગ મા ચાલતાં કનકાચળ ( માર્ગમાં મેરૂ પર્વત શી રીતે આવે ?) પર્વતની સમીપે આવ્યા ત્યારે તેમને વિદ્યાધરેએ કહ્યું કે—“ હું સ્વામી ! આ મહાગિરિ ઉપર જિનેશ્વરના ચહ્યા છે તેને નમસ્કાર કરીને પછી આગળ જઈએ, કારણકે તીર્થનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. તે સાંભળી તત્કાળ અપરાજિત અને અનંતવીર્ય વિમાનમાંથી ઉતરી અત્યંત હર્ષથી ભક્તિપૂર્વક ત્યાંના તીર્થોને વંદના કરી પછી ત્યાં ચિતરફ જવા લાગ્યા. તેટલામાં ચેત્યની મધ્યે તેમણે કીનિયર નામના મહામુનિને જોયા. તે વખતે વિદ્યાધરોએ કહ્યું કે- " હું સ્વામી ! આ મહામુનિએ એક વર્ષના ઉપવાસ કરી કર્મો ખપાવી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માટે આ મહર્ષિના ચરણની યાત્રા (વંદના) કરે.” તે સાંભળી તેમણે પરિવાર સહિત અતિ આનંદથી તે કેવળીને વંદના કરી શુદ્ધ પૃથ્વીતળ ઉપર બેસી કેવળીની મનહર વાણી સાંભળવા લાગ્યા. કેવળી બેલ્યા કે-- મિથ્યાત્વમવિરતિ, પાયા સુરથિની, प्रमादा दुष्टयोगाश्च, पञ्चैते बन्धकारणम् // 1 // “મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને દુષ્ટ વેગ આ પાંચે કર્મબંધનાં કારણ છે, અને તેથી તે પરિણામે દુ:ખ દેનારા છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust