________________ 106 શ્રી શાંતિનાથ ચરિત્ર. એક વાર પણ તેનું રૂપ જોવાય તે જીવિત સફળ થાય.” આ પ્રમાણેના તેના કહેવાથી તે બન્નેએ પોતાનું રૂપ પ્રગટ કરી તે રાજકન્યાને દેખાડયું. તે જોઈ હર્ષ પામી રાજકન્યા બોલી કે–“ અવશ્ય તમારી આજ્ઞાને આધીન છું.” તે સાંભળી અનંતવીર્ય કહ્યું કે “જે એમ હોય તે ચાલ, આપણે આપણી નગરીમાં જઈએ. " ત્યારે તે કુમારી બોલી કે -" તમે યુક્ત જ કહે છે, પરંતુ મારે પિતા અત્યંત બળવાન છે. તે જરૂર તમારે પરાભવ કરશે.” ત્યારે તેઓ બોલ્યા કે–“તે વિષે તારે કાંઈ પણ ચિંતા ન કરવી. અમારી સામે યુદ્ધમાં તે ક્ષણ માત્ર પણ ઉભા રહેવા સમર્થ નથી. " આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી તેમના સ્નેહપાશથી બંધાયેલી અને તેના રૂપ સંદર્યથી મોહ પામેલી કનકશ્રી કન્યા તેમની સાથે ચાલી જવા તૈયાર થઈ. ત્યારપછી અનંતવીર્ય રાજાએ વિદ્યાના બળથી વિમાન રચી તેના પર આરૂઢ થઈ આકાશમાં રહી સભામાં બેઠેલા દમિતારિ રાજાની સમક્ષ સર્વ સભાસદોને કહ્યું કે –“હે મંત્રીઓ, સામંતે અને સેનાપતિઓ ! સાંભળો. આ તમારા સ્વામીની પુત્રી કનકશ્રીનું હું હરણ કરી જાઉં છું, તમે પાછળથી એવું કહેશે નહીં કે અમને ખબર નહોતી.” આ પ્રમાણે કહી તે અનંતવીર્ય કન્યારત્નને લઈ બંધુ સહિત આકાશમાર્ગે ચાલ્યો ગયો. દમિતારિ રાજા તેના વચનથી અત્યંત ક્રોધાતુર થઈને આક્રોશ સહિત બે કે -" ... સુભટે ! આ દુષ્ટને જલદી પકડે, પકડે.” આ પ્રમાણેનું સ્વામીનું વચન સાંભળી વિદ્યાધરો હુંકારા કરી " અરે દુરાત્મા ! અમારા સ્વામીની પુત્રીને લઈને તું ક્યાં જઈશ?” એમ બોલતા શસ્ત્ર ધારણ કરી તેની પાછળ દોડયા. તેમને પાછળ આવતા જોઈ અનંતવીર્ય રાજાએ ક્ષણવારમાં પવન તૃણના સમૂહને ઉડાડે તેમ તે સર્વેને વિખેરી નાંખ્યા. પિતાના સૈનિકોને પરાભવ પામી પાછા આવેલા જાણી દમિતારિ રજા પોતે તેના તરફ ચાલ્યો. માર્ગમાં જતાં જયારે તે દષ્ટિમાં પડ્યો ત્યારે અનંતવીર્ય રાજા વિમાનને ઉભું રાખી તેનું સૈન્ય જેવા લાગ્યો, તે કલ્પાંત કાળના સમુદ્રની જેમ હાથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust