________________ 114 શ્રી શાંતિનાથ ચરિત્ર. ઉત્પન્ન કરનારી રાત્રિ થઈ છે, તેથી તું ઉભો થા, હાથમાં ખર્ક ગ્રહણ કર, કે જેથી આ નગરમાં પ્રવેશ કરી કઇ ધનાઢ્યના મંદિરમાંથી ઘણું ધન લઈ આવીએ.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે રાજાએ વિચાર કર્યો કે–ખરેખર આજ તે ચાર છે, તે શું આને અત્યારે ખાના પ્રહારથી વિનાશ કરૂં? અથવા જેઉં તે ખરે, તે શું કરે છે ? " એમ વિચારી રાજાએ ખડું કાઢયું. તે જોઈ ચાગીએ વિચાર્યું કે આવા ખડથી તો આ રાજા સંભવે છે. તે કઈપણ ઉપાયથી મારે આને અવશ્ય મારી નાંખવેજ ગ્ય છે.” એમ વિચારી કેટલાક આગળ જઈ તરત તે પાછો વળ્યો. ત્યારે રાજાએ - કહ્યું કે “કેમ વિલંબ કરે છે?” તેણે જવાબ આપે –“હજુ નગરીના લેકે જાગે છે, તેથી અહીં ક્ષણવાર વિશ્રાંતિ લઈએ.” એમ કહી કાંઈક વિચાર કરી ફરીથી તેણે રાજાને કહ્યું કે–“? પથિક! પાંદડાની પથારી કર.” તે સાંભળી રાજાએ તેને માટે તરત પથારી કરી (અને બીજી પોતાને માટે પણ કરી. ) તેમાં તે બન્ને સુતા. તે વખતે ત્રિદંડીએ વિચાર્યું કે -" જાગીશ ત્યાંસુધી. આ નિદ્રા લેશે નહીં. " એમ વિચારી તે તકર કપટનિદ્રાએ સુતે. ત્યારે રાજા ધીમે ધીમે ઉઠી પોતાને ઠેકાણે પુરૂષ જેવડું એક લાકડું મૂકી તેને લુગડું ઓઢાડી પોતે અને હાથમાં રાખી ઝાડની ઓથે સંતાઈને બેઠે. ત્યાર પછી થોડીવારે તે ચરે ઉઠી રાજાની બ્રાંતિથી તે કાષ્ટ ઉપરજ ખકનો પ્રહાર કર્યો. લાકડાના બે કકડા થઈ ગયા. તે પ્રહારના અવાજથી શંકા પામેલા તેણે વસ્ત્ર દૂર કરી જોયું તે કાષ્ટજ માલુમ પડ્યું, પુરૂષ દેખાય નહીં. તેથી તેણે વિચાર્યું કે–“અહા ! તે તેમને છેતર્યો. " એ પ્રમાણે તે પશ્ચાત્તાપ કરે છે તેટલામાં રાજાએ તે ચારને કહ્યું કે –“રે દુષ્ટ ! આજે તા. અંત સમય આવ્યે છે, એમ જાણી તારામાં કોઈ પણ પુરૂષાર્થ હેય તે મારી સન્મુખ થઈ જા.” તે સાંભળી બહુ સારું, બહુ સારૂં” એમ બોલતે ચેર પણ રાજા સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. પછી તે બનેનું તુમુલ યુદ્ધ થયું. અને સરખા બલીઝ અને યુદ્ધકળામાં કુશળ હવાથી ઘણીવાર સુધી યુદ્ધ ચાલ્યું. છેવટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust