________________ 112 શ્રી શાંતિનાથ ચરિત્ર. થઈ પિતાની પાસે ગયો. પિતાએ હર્ષથી તેને આલિંગન કરી પિતાના મનમાં વિચાર્યું કે “આ મારા પુત્ર રાજ્યને ભાર વહન કરવાને સમર્થ થયે છે, તેથી આને રાજ્યને ભાર શેંપી મારે સંયમપી રાજ્યને સ્વીકાર કરવો યોગ્ય છે.” એમ વિચારી રાજાએ સમગ્ર મંત્રી, સામંત અને પુરજનેની સમક્ષ શુભ મુહૂર્ત નરસિંહકુમારને પિતાને સ્થાને સ્થાપન કરી જયંધર ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી રાજ્યને પામી નરસિંહ રાજા ન્યાયમાર્ગ વડે પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. અન્યદા પ્રચંડ માયાવી, કેઈથી પકડી ન શકાય તેવા અને અદશ્ય ચાલતા કઈ ચેરે તે નગરીમાં ઘણીવાર ચેરી કરી. તેવી નગરના મહાજનેએ રાજાને તે હકીકત નિવેદન કરી. ત્યારે રાજાએ ચોરનો નિગ્રહ કરવા માટે આરક્ષકને આજ્ઞા કરી. પરંતુ તે ચાર આરક્ષકથી પકડી શકાય નહીં, અને ઉલટે પુરજનોને વિશેષ સંતાપ કરવા લાગ્યા. ત્યારે ફરીથી મહાજનોએ રાજા પાસે વિજ્ઞપ્તિ કરી–“હે દેવ ! દુષ્ટ ચેરે આપની સમગ્ર નગરીને પરાભવ કર્યો છે, રૂપવાળી અને યુવાવસ્થાવાળી સ્ત્રીઓને પણું બળાત્કારે રાત્રિમાં તે ચર હરી જાય છે, તેથી અમને કોઈ પણ ઠેકાણે વસવાનું સ્થાન આપે કે જ્યાં અમે ઉપદ્રવ રહિત વસી શકીએ.” આ પ્રમાણે તેઓએ કહ્યું ત્યારે કોધથી દુર્ધર થયેલા રાજાએ આરક્ષકને બોલાવીને કહ્યું કે “રે દુષ્ટ ! તું મનની ઈચ્છા પ્રમાણે ગરાસ ખાય છે, પણ નગરની રક્ષા કરતા નથી, તેનું શું કારણ?” ત્યારે મહાજન બોલ્યા કે-૮૮ હે નાથ ! એમાં એનો શે દોષ છે ? તે ચાર સૈન્યના સમૂહથો પણ પકડી શકાય તેવું નથી.” તે સાંભળી રાજાએ મહાજનને કહ્યું કે “હું જેમ ઠીક થશે તેમ કરીશ.” એમ કહી રાજાએ મહાજનને રજા આપી. મારા ત્યાર પછી વિચાર કરીને રાજા વંઠનો વેષ પહેરી પોતાના મહેલમાંથી નીકળી ચેરને શોધવા માટે શંકાસ્થાનમાં અને ગુપ્તસ્થાનમાં ચેતરફ ફરવા લાગ્યા. દિવસે નગરીની બહાર ભા, પણ - 1 ભીખારી. . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Guri Aaradhak Trust