________________ તૃતીય પ્રસ્તાવ. 111 કરવું તેજ આત્મકાર્ય છે, તે સિવાયને સર્વ સંસારવ્યાપાર અનર્થમૂળ–અનર્થરૂપ છે. એ નિશ્ચય કરીને ઉત્તમ ( ભવ્ય ) છાએ, પિતાની અસ્થિમજજા ધર્મથીજ વાસિત કરવી જોઈએ.” - આ પ્રમાણે સાંભળી શ્રીદત્તાએ પૂછયું કે–“હે ભગવન્ ધર્મ તે અરૂપી છે, તેના વડે અસ્થિમજજા શી રીતે વાસિત કરાય?” તે સાંભળીને સુવ્રત સાધુએ તે શ્રીદત્તા તથા અન્ય પુરજનેની પાસે વાંછિત અર્થને સિદ્ધ કરનારી કથા આ પ્રમાણે કહી– - “ઉજ્જયિની નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને ધારિણું નામની પ્રિયા હતી. તેમને નરસિંહ નામે પુત્ર હતા. તે પુત્ર અનુક્રમે કળાનો અભ્યાસ કરી યુવાવસ્થાને પાયે, ત્યારે રાજાએ તેને મનોહર રૂપવાળી બત્રીશ કન્યાઓ પરણાવી. એકદા શરબતમાં અરણ્યમાં રહેનારે કેઈ હાથી તે નગરીમાં આવી ઉપદ્રવ કરવા લાગ્યું. તે હાથી મદને લીધે ઉન્મત્ત થયું હતું, શંખની જેમ તે વેત વર્ણવાળે હતો, પર્વતની જેવી મોટી કાયાવાળો હતો, અને યમરાજની જેમ લોકોને ઉપદ્રવ કરતા હતા. આવા તે હાથીને જોઈ ભયભીત થયેલા લોકોએ રાજા પાસે તે વાત જણાવી. તે સાંભળી રાજાએ તે ઉપદ્રવનું નિવારણ કરવા માટે પોતાનું સૈન્ય મોકલ્યું. પરંતુ તે બળવાન સિન્યથી પણ તે વનહસ્તી નિવારણ કરી શકાય નહીં ત્યારે રાજા પોતે તૈયાર થઈ.સુભટના સમૂહ સહિત તેહાથી તરફ જવા તૈયાર થયે, તે વખતે નરસિંહકુમાર રાજાને નિવારી સૈન્ય સહિત તે હસ્તીનું મર્દન કરવા ચાત્યે. તે કુમારે નવ હાથ લાંબે, સાત હાથ ઉંચે, ત્રણ હાથ પહોળો, લાંબા દાંતને લાંબી સૂંઢવાળ, નાના પુછડાવાળો, મધની જેવા પીળા લેનવાળો અને શરીરના એક સે ને ચાળીશ લક્ષણેથી શોભતો તે હાથી જોયે. પછી ગજની શિક્ષામાં નિપુણતાવાળા તે કુમારે સામું જવું, પાછું હઠવું, ઉઠવું વિગેરે અનેક પ્રકારે કરીને તે હાથીને ખેદ માડી પિતાને વશ કર્યો. પછી તે ઐરાવણ જેવા હસ્તીપર આરૂઢ થઈ ઇંદ્રની શોભાને ધારણ કરનારા નરસિંહકુમારે તેને હાથી સ્થાનમાં લાવી આલાનખંભે બાંધ્યું. પછી તેના પરથી નીચે ઉતરી તેણે તે હાથીની આરતિ વિગેરે પૂજા કરી. ત્યારપછી વિનયથી નમ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust