________________ 104 . શ્રી શાંતિનાથ ચરિત્ર. તમારે ઘેર તેવા ગીતનાટ્યની કળામાં કુશળ પાત્ર ન હોય તે તમારે વિદ્યાબળ શું કામનું? અને તમારું મોટું રાજ્ય પણ શા કામનું ? આ સર્વ તમારી સમૃદ્ધિ વ્યર્થ જ છે.” આ પ્રમાણે કહીને તે મુનિ અન્યત્ર ચાલ્યા ગયા. ' * ત્યારપછી પ્રતિવાસુદેવ દમિતારિ રાજાએ અભિમાનને લીધે તત્કાળ અનંતવીર્ય રાજાની રાજધાનીમાં દૂતને એકલી કહેવરાવ્યું કે—“અહો ! સર્વે રત્ન અવશ્ય રાજાધિરાજને આશ્રય કરનારાંજ હોય છે. તેથી તમારી બે દાસીઓ કે જે નાટ્યકળામાં કુશળ છે તેમને જલદી મારી પાસે મોકલી આપો. તે બાબત જરા પણ વિલંબ કરશો નહીં.” આ પ્રમાણે દૂતના કહેવાથી અપરાજિત અને અનંતવયે કહ્યું કે–“હે દૂત! તે યોગ્ય જ કહ્યું છે, પરંતુ અમે વિચારીને પછી તે દાસીઓને મોકલવા સંબંધી કાર્ય કરશું. હમણાં તે તું સ્વામી પાસે પાછો જા.એમ કહી તે દૂતને તેમણે રજા આપી. ત્યારપછી તે બન્ને ભાઈઓએ પરસ્પર વિચાર કર્યો કે—“ આ દમિતારિ રાજા વિદ્યાના બળથી આપણે કદાચ પરાભવ કરશે, માટે તે પહેલાંજ આપણે વિદ્યાનું સાધન કરી તેના ગર્વને નાશ કરીએ.” આ પ્રમાણે તે બન્ને ભાઈઓ વિચાર કરતા હતા તેટલામાં તેમણે પૂર્વભવમાં સાધેલી સર્વ વિદ્યાઓ પોતાની મેળે જ તેમની પાસે આવી અને બોલી કે–“અમે તમને સિદ્ધ થયેલીજ છીએ, અમને સાધવાની તમારે કાંઈ પણ જરૂર નથી.” એમ કહી તેઓએ તે બનેના શરીરને આશ્રય કર્યો. તે વખતે બન્ને વિદ્યાઓના પ્રભાવ થી મહા બળવાન વિદ્યાધર થયા. પછી તેમણે ચંદન પુષ્પ વિગેરેવડે વિદ્યાનું પૂજન કર્યું. . આ અવસરે ફરીથી દમિતારિ રાજાના દૂતે ત્યાં આવી તેમને કહ્યું કે -" અરે ! શું તમે મરણને ઈચ્છે છે કે જેથી હજુ પ્રભુની પાસે દાસીઓને મોકલી નહીં?” તે સાંભળી તે બંને ભાઈઓ બોલ્યા કે–“હે દૂત ! હમણાંજ દાસીઓને મોકલીએ છીએ. સ્વામીનું કાર્ય કરવું જ જોઈએ.” એમ કહી તેમણે દૂતને શાંત કર્યો. ત્યારપછી તે બને ભાઈઓ દમિતારિ રાજાની પુત્રી સ્વર્ણાશ્રીને પરણવાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust