________________ તૃતીય પ્રસ્તાવ. . 103 પુત્રને રાજ્ય પર સ્થાપન કર્યો, અપરાજિત કુમારને યુવરાજપદ ઉપર સ્થાપન કર્યો, અને પોતે તેજ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. તેણે દઢતાથી દીક્ષા પાળી, પરંતુ છેવટે મનવડે કરીને કાંઈક સંયમની વિરાધના કરી, તેથી મરીને તે અધોલોકમાં ભવનપતિ જાતિમાં ચમરેંદ્ર નામના અસુરાધિપ થયા. ' અહીં અપરાજિત અને અનંતવીર્ય રાજા રાજ્ય કરતા હતા. તેમને કોઈ એક વિદ્યાધરની સાથે મૈત્રી થઈ. તે વિદ્યારે તેમને આકાશગામિની વિગેરે વિદ્યાઓ આપી, અને તેને સાધવાનો વિધિ પણ બતાવ્યો. તે રાજાને બર્બરી અને ચિલાતી નામની બે દાસીઓ હતી. તે ગીતનાટ્યકળામાં અત્યંત નિપુણ હતી, તેથી તેમની ગીતનાટ્યકળાવડે ચમત્કાર પામેલા તે અપરાજિત અને અનંતવીર્ય નિરંતર ગીતનાટ્યના રસમાં જ લીન રહેતા હતા. એકદા તે બન્ને ભાઈઓ ગીતનાટ્ય રસમાં નિમગ્ન હતા તે વખતે ત્યાં અકસ્માત સ્વેચ્છાચારી નારદ ઋષિ આવ્યા. તે વખતે ગીતનાટ્યના વિનોદમાં વ્યાકુળ હેવાથી તેમણે ઉભા થવું વિગેરે ઉચિત કિયાવડે નારદનું સન્માન કર્યું નહીં. તેથી કોપ પામી નારદ મુનિએ વિચાર્યું કે –“અહો ! આ બન્ને ભાઈઓ દાસીના નાટ્યમાં એટલા બધા મોહિત થઈ ગયા છે કે જેથી હું અહીં આવ્યા તેની પણ તેમને ખબર પડી નહીં. તે કઈ પણ બળવાન રાજા પાસે કળાના પાત્રરૂપ આ બન્ને દાસીઓનું હરણ કરાવું.” આ પ્રમાણે વિચારી નુણ લોકમાં સ્વેચ્છાએ ગતિ કરનાર અને કલેશ કરાવવામાં પ્રીતિવાળા તે નારદ ત્રાષિ વિદ્યાધરના રાજા અને ત્રણુખંડના સ્વામી દમિતારિ નામના પ્રતિવાસુદેવની પાસે ગયા. તે રાજાએ તે મુનિને જોઈ તત્કાળ ઉભા થઈ તેની સન્મુખ જઈ સત્કારપૂર્વક આસન પર બેસાડી પૂછયું કે–“હે મુનિ ! પૃથ્વી પર કાંઈ આશ્ચર્ય જોયું હોય તે કહો.” નારદે કહ્યું—“હે રાજેંદ્ર! સાંભળે. હું સુભગા નગરીમાં અનંતવીર્ય રાજાની સમીપે ગયા હતા, ત્યાં મેં બર્બરી અને ચિલાતી નામની તેની બે દાસીનું નાટ્ય જોયું, તે વખતે મને મોટું આશ્ચર્ય થયું. હે રાજન ! જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust