________________ 101. તૃતીય પ્રસ્તાવ તેણીએ એકલા જિનરક્ષિતને જ કહ્યું કે -" જિનરક્ષિત ! તું તે મને વધારે પ્રિય હતું અને તારા ઉપર ભારે સ્નેહ નિશ્ચળ હતે. હવે તારા વિના હું વિષયસુખ કોની સાથે ભેળવીશ? તારા વિ. ગથી મારૂં મરણ થશે. હવે એકજ વાર મારી સન્મુખ જે કે જેથી મારા મરણ વખતે પણ મને શાંતિ થાય.” આ પ્રમાણે તેણીનાં માયાયુક્ત વચને કરીને જિનરક્ષિતે સેંભ પામી તેની સન્મુખ જોયું, એટલે શલક યક્ષે તેને પોતાની પીઠ ઉપરથી ઉછાળી નીચે ફેંકી દીધો. દેવીએ તેને સમુદ્રના જળમાં પડ્યા પહેલાં જ ત્રિશૂળે. કરીને વીંધી નાંખ્યું અને કહ્યું કે –“રે પાપી! મારી વચનાનું ફળ ભગવ.” એમ કહી એ વડે તેના કકડા કરી નાંખ્યા. ત્યારપછી. પાછી કપટરચનાવડે જિનપાલિતને ક્ષોભ પમાડવા આવી. એટલે યક્ષે કહ્યું કે–“જે આના વચન ઉપર કાંઈ પણ પ્રીતિ કરીશ તે તારી પણ જિનરક્ષિત જેવીજ ગતિ સમજજે.” આવાં યક્ષનાં વચન. સાંભળી તે વિશેષ દૃઢ થયો અને તેણીની કપટરચનાની અવગણના કરી યક્ષની સહાયતાથી ક્ષેમકુશળપણે ચંપાપુરીએ પહોંચી ગયા. ત્યારપછી તે વ્યંતરી નિરાશ થઈને પાછી વળી. યક્ષ પણ તે જિનપાલિતને તેને સ્થાને મૂકી પાછો વળ્યો. તે વખતે જિનપાલિત તેને ખમા અને વિનયનાં વચનથી તેની પ્રશંસા કરી. - જિનપાલિત પિતાને ઘેર જઈ પિતાના સ્વજનોને મળે અને શક સહિત બાંધવના મરણનું સ્વરૂપ કહી બતાવ્યું. માર્કદી શ્રેષ્ઠી તેની મરણકિયા કરીને એક પુત્ર અને સ્વજન સહિત ગ્રહવાસ પાળવા લાગે. એકદા શ્રી મહાવીર સ્વામી તે પુરીના ઉદ્યાનમાં સમવસયો. તે વખતે માર્કદી અને જિનપાલિત વિગેરે પ્રભુને વાંદવા ગયા. ભગવાનની દેશના સાંભળી પ્રતિબોધ પામીને સંયમ ગ્રહણ કરવાની ઇચ્છાથી તે બન્ને જિનેશ્વરને નમી પિતાને ઘેર ગયા. પછી માકેદી શ્રેષ્ઠીએ પુત્રને ગૃહ કાર્યભાર સેપી જિનપાલિત સહિત શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જિન પાલિત સાધુ પિતા સહિત દુષ્કર તપ તપીને આત્મકાર્યને સાધક થયો. ઇતિ જિન પાલિત જિનરક્ષિત કથા.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust