________________ તૃતીય પ્રસ્તાવ. મનુષ્યનાં હાડકાંઓનો સમૂહ છે. તે જોઈ તેઓ ભય પામ્યા, પણ આગળ જઈને તે વન જેવા લાગ્યા. તેટલામાં એક ઠેકાણે શૂળી ઉપર ચડાવેલો એક પુરૂષ જીવતો અને વિલાપ કરતે દીઠે. એટલે તેની પાસે જઈ તેને પૂછયું કે –“હે ભદ્ર! તું કેણ છે? તારી આવી સ્થિતિ કેમ થઈ છે? અને અહીં ચોતરફ મનુષ્યનાં મડદાં દેખાય છે તેનું શું કારણ ?" આ પ્રમાણે તેના પૂછવાથી તે શૂળી ઉપર રહેલા પુરૂષે કહ્યું કે–“હું કાકંદી નામની નગરીમાં રહું છું, જાતે વાણીઓ છું. વ્યાપારને માટે વહાણ ઉપર આરૂઢ થઈ સમુદ્ર માર્ગે હું ચાલે. માગે વહાણ ભાંગવાથી દેવગે એક પાટિયું પામીને હું આ રત્નદ્વીપે નિકળે. અહીં વિષયમાં લુબ્ધ થયેલી આ દ્વીપની દેવીએ મને વિષય સેવન કરવા રાખે. કેટલાક દિવસ ગયા પછી માત્ર થોડા અપરાધને લીધે તેણીએ મને શૂળી ઉપર ચડાવ્યું. આ સર્વ મડદાંઓ પણ તેણીએ આવી જ રીતે મારેલા મનુષ્યના છે. તમે પણ એ દેવીના પાસમાં પડ્યા જણાઓ છે, તે તમે ક્યાંથી આવી દુષ્ટ દેવીના પાસમાં પડ્યા ?" ત્યારે તેઓએ પોતાનો સર્વ વૃત્તાંત તેની પાસે નિવેદન કરી પૂછ્યું કે—“હે ભાઈ ! અમારે જીવવાનો કોઈ પણ ઉપાય છે?ત્યારે તેણે કહ્યું કે –“હા, એક ઉપાય છે. અહીંથી પૂર્વ દિશામાં એક વન છે, તેમાં શલકનામનો યક્ષ રહે છે, તે પર્વને દિવસે અશ્વનું રૂપ કરી બોલે છે કે-કેનું હું રક્ષણ કરૂં? અને કોને વિપત્તિમાંથી તારું?” માટે હે ભાઈઓ! તે શેલક યક્ષનું તમે ભક્તિથી આરાધન કરે. જ્યારે તે યક્ષ હું કોનું રક્ષણ કરૂં?” એમ બોલે ત્યારે તમારે કહેવું કે “હે યક્ષરાજ! અમારું રક્ષણ કરે. આ પ્રમાણે કહેવાથી તે તમારું રક્ષણ કરશે. આટલું કહીને તે શૂળીવાળે પુરૂષ મરણ પામ્યા. * ત્યાર પછી તે બન્ને ભાઈઓ પેલા માણસે બતાવેલા વનમાં જઈ મને હર પુષ્પોએ કરીને તે યક્ષને પૂછે તેની સેવા કરવા લાગ્યા. એમ કરતાં પર્વનો દિવસ આવ્યે, ત્યારે તે યક્ષ બે કે -" હું કેનું રક્ષણ કરૂં? અને કેને આપત્તિમાંથી તારૂં ?" એટલે તેઓ તત્કાળ બોલ્યા કે –“હે યક્ષરાજ ! અમને દુઃખસાગરમાંથી પાર ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust