________________ હ૮ . શ્રી શાંતિનાથ ચરિત્ર. ગઈ. પછી તેમના શરીરમાંથી અશુભ ફળળ કાઢી નાંખી શુભ પુદગળોને પ્રક્ષેપ કરી તે બન્નેની સાથે ઈચ્છા પ્રમાણે વિષયસુખ ભોગવવા લાગી. તેમને તે દેવી હમેશાં અમૃત ફળ આહાર કરવા આપતી હતી. આ પ્રમાણે તે બંને કેટલાક દિવસ ત્યાં સુખેથી રહ્યા. તેવામાં એકદા દેવીએ તેમને કહ્યું કે –“લવણ સમુદ્રના અધિષ્ઠાયિક સુસ્થિત નામના દેવે મને આજ્ઞા કરી છે કે “હે ભદ્રે ! આ સમુદ્રને તું એકવીશ વાર કચરો કાઢીને શુદ્ધ કર. સમુદ્રમાં તૃણ, કાષ્ટ કે જે કાંઇ અશુચિ પદાર્થ હોય તે સર્વ બહાર કાઢી એકાંતમાં નાંખી દે." આ પ્રમાણેનો હુકમ થવાથી મારે ત્યાં જવાનું છે. તમારે સુખેથી અહીં રહેવું. આ સુંદર ફળ ખાઈને તમારે આજીવિકા કરવી. કદાચ અહીં રહેવાથી તમને નિર્જનપણને લીધે અરતિ ઉત્પન્ન થાય (ન ગોઠે ) તે તમારે ક્રીડા કરવા માટે પૂર્વ દિશાના વનમાં જવું. તે વનમાં સર્વદા ગ્રીષ્મ અને વર્ષ એ બે ત્રસ્તુઓ વર્તે છે. ત્યાં તમને બે ત્રાતુ હોવાથી વિનોદ થશે; અથવા જે કદાચ ત્યાં પણ તમારા ચિત્તને સંતોષ ન થાય તો મારી આજ્ઞા છે કે તમારે ઉત્તર દિશાના વનમાં જવું. ત્યાં શરદુ અને હેમંત નામની બે ત્રતુ સર્વકાળે રહેલી છે. જે કદાચ ત્યાં પણ તમારા મનની તુષ્ટિ ન થાય તો પશ્ચિમ દિશાના વનમાં જવું. ત્યાં શીશીર અને વસંત એ બે નડતુઓ નિરંતર વતે છે. ત્યાં જઈને તમારે વિનોદ કરે; પરંતુ દક્ષિણ દિશામાં જે વન છે, તેમાં કદી પણ જવું નહીં, કારણ કે તેમાં મોટા શરીરવાળે શ્યામ વણ દષ્ટિવિષ સર્ષ રહે છે.” આ પ્રમાણે કહીને તે દેવી ગઈ. ત્યારપછી તે બંન્ને શ્રેષ્ઠીપુત્ર દેવીના કહેલા ત્રણે વનમાં સ્વેચ્છાથી ફરવા લાગ્યા. એક દિવસ તેમણે વિચાર્યું કે–“દેવીએ આપણને દક્ષિણ દિશાના વનમાં જવાની વારંવાર ના કહી તેનું શું કારણ?” માટે આપણે તે વનમાં જઈને જોવું તે જોઈએ. એમ વિચારી તે બંને શંકા સહિત તે વનમાં ગયા. એટલે તેમની નાસિકામાં અત્યંત દુર્ગધ આવ્યું. તેથી તેઓ નાસિકાના છિદ્રને ઉત્તરીય વસ્ત્રવડે ઢાંકી આગળ ચાલ્યા, તેટલામાં તેઓએ ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust