________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. અમરદત્ત રાજા સંદેહ રહિત થઈ સૂરિને નમી રાષ્ટ્ર સહિત પિતાને ઘેર ગયા. ગુરૂએ પણ અન્યત્ર વિહાર કર્યો. - ત્યારપછી સમય પૂર્ણ થયે રતનમંજરી રાણીએ પુત્ર પ્રસગ્યા. તેનું નામ જે ગુરૂએ કહ્યું હતું તેજ પાડ્યું. ધાત્રીથી પાલન કરાતા તે પુત્ર અનુક્રમે બાલ્યાવસ્થા ઉલ્લંઘન કરી બહોતેર કળાને અભ્યાસ કરી રાજ્યને ભાર ઉપાડવામાં સમર્થ થયે. તેવામાં એકદા તેજ ગુરૂ ત્યાં પધાર્યા. ઉદ્યાનપાળકે આવી રાજાને ગુરૂનું આગમન જણાવ્યું. તે વખતે રાજાએ તરતજ પુત્રને રાજ્ય પર સ્થાપન કરીરાણ સહિત તેજ ગુરૂની પાસે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. તે ધર્મઘોષ સૂરિએ રાજા તથા રાણુને પ્રવજ્યા આપ્યા પછી પ્રતિબંધને માટે સભા સમક્ષ આ પ્રમાણે શિક્ષા આપી કે–“સંસાર રૂપી સમુદ્રને તરવામાં નિકા સમાન આ દીક્ષા ઉત્કૃષ્ટ પુણ્યના વેગથી પ્રાપ્ત થાય છે. તેને પામીને જે જી વિષયમાં લુબ્ધ થાય છે તેઓ જિનરક્ષિતની જેમ ઘર સંસાર સાગરમાં પડે છે, અને જે પ્રાણીઓ પ્રાર્થના કર્યા. છતાં પણ વિષયથી વિમુખ થાય છે તેઓ જિનપાલિતની જેમ સુખી થાય છે.” તે સાંભળી અમરદર રાજર્ષિએ ગુરૂને પૂછ્યું કે“હે ભગવન્! તે જિનરક્ષિત અને જિનપાલિત શી રીતે દુ:ખ અને સુખ પામ્યા? તે કહો.” ત્યારે ગુરૂએ સિદ્ધાંતમાં કહેલી તેમની ભાવી (થવાની) કથા આ પ્રમાણે કહી: - જિનરક્ષિત અને જિન પાલિતની કથા. * ચપાપુરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને ધારિણ નામની રાણી હતી. તે પુરીમાં માર્કદી નામને ધનવાન શ્રેણી રહે હતે. તે શાંત, સરળ ચિત્તવાળે અને ઉદાર બુદ્ધિવાળો હતે. તેને ભદ્રા નામની ભાર્યા હતી. તેની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા જિન પાલિત અને જિનરક્ષિત નામના બે પુત્રો હતા. તેઓ અનુક્રમે યુવાવસ્થાને પામ્યા ત્યારે વહાણમાં આરહણ કરી પરદેશમાં જઈ વ્ય ઉપા ન કરવા લાગ્યા. એ જ પ્રમાણે તેઓએ અગ્યાર વાર ક્ષેમકુશળતાથી સમુદ્રમાં જવું આવવું કર્યું, અને ધન પણ ઘણું ઉપાર્જન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust