________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. * આ પ્રમાણેની કથા સાંભળીને અમરદર રાજર્ષિએ શ્રી ધર્મઘોષ સૂરિને તે કથાનો ઉપનય પૂછયે. ત્યારે ગુરૂએ કહ્યું કે તે શ્રેષ્ઠીના બે પુત્રોને સ્થાને સર્વ સંસારી જીવ જાણવા. જે રત્નદીપની દેવી તે અવિરતિ જાણવી. તે અવિરતિથી પ્રાણુઓને દુઃખ થાય છે, ભવમાં ભમે છે, તે તેણીએ કરેલે મૃતકોનો સમૂહ જાણવે. શૂળી ઉપર ચડાવેલા પુરૂષોને સ્થાને હિતને કહેનાર ગુરૂ જાણવા. જેમ તે શૂળીવાળા પુરૂષે રત્નદ્વીપની દેવીનું સ્વરૂપ પોતે અનુભવેલું નિવેદન કર્યું, તેમ અવિરતિથી થતું દુઃખ આગામી ભવમાં જીવ અનુભવે છે ને પોતે પૂર્વે અનુભવ્યું છે એમ ગુરૂ કહે છે. જેમ કે શૂળીવાળા પુરૂષે તે બન્ને એક પુત્રને શૈલક યક્ષ તારનાર કહ્યો તેજ પ્રમાણે ગુરૂ પણ સંયમને તારનાર કહે છે. સમુદ્રને સ્થાને અહીં સંસાર જાણવો. જેમ રત્નદ્વીપની દેવીને વશ થયેલ જિનરક્ષિત વિનાશ પામે, તેમ અવિરતિને વશ થયેલા સંસારી જીવ વિનાશ પામે છે એમ સમજવું. જેમ દેવીના વાયની અપેક્ષા રાખ્યા વિના યક્ષના આદેશને આધીન રહેવાથી જિનપાલિત અનુક્રમે પિતાની નગરીએ પહે , તેમ જે જીવ અવિરતિને ત્યાગ કરી પવિત્ર ચારિત્રમાં નિશ્ચળ થાય છે તે સર્વ કર્મને ક્ષય કરી થોડા કાળમાં જ મેક્ષ સુખ પામે છે. માટે હે રાજર્ષિ ! ચરિત્ર અંગીકાર કર્યો પછી ભેગમાં મનને પ્રવર્તવા દેવું નહીં. " આ પ્રમાણેનું ગુરૂનું વચન સાંભળી તે રાજર્ષિ અત્યંત આદરથી અતિચાર રહિતપણે સંયમ પાળવા લાગ્યા. ગુરૂએ રત્નમંજરી સાધ્વી પ્રવર્તિનીને સેંપી. તે ત્યાં રહી નિરંતર તપ અને સંયમનું પાલન કરવા લાગી. અનુક્રમે તે બને નિર્મળ તપ કરી મનહર ચારિરી પાળી મોક્ષપદને પામ્યા. ઈતિ અમરદત્ત મિત્રાનંદની કથા. આ પ્રમાણે સ્વયંપ્રભ મુનિના મુખથી ધર્મદેશના સાંભળી મિતસાગર રાજા પ્રતિબોધ પામ્યું. પછી તે રાજાએ અનંતવીર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust