________________ 100 શ્રી શાંતિનાથ ચરિત્ર. ઉતારે.” તે સાંભળી શેલક બે કે... હું તમને દુ:ખમાંથી તારીશ, પરંતુ તમે સાવધાન થઈને મારું એક વચન સાંભળે કે તમે જ્યારે અહીંથી મારી સાથે આવશે ત્યારે તે દેવી પાછળ આવીન પ્રીતિવાળાં મધુર વચન બાલશે. તે વખતે જે તમે તેના ઉપર મનથી પણ પ્રીતિ કરશે તો હું તમને ઉછાળીને અવશ્ય સમુદ્રમાં નાંખી દઈશ અને જે તેની અપેક્ષા રાખ્યા વિના રાગ રહિત રહેશે તે હું અવશ્ય તમને ક્ષેમકુશળથી ચંપાનગરીએ પહોંચાડીશ.” વધારે શું કહું? તે દેવી આવે ત્યારે તમારે દષ્ટિથી પણ તેની સન્મુખ જેવું નહીં. તે ભયનાં વચને બેલે તે સાંભળી તમારે બીવું પણ નહીં. આ પ્રમાણે નિર્વાહ કરવાની જે તમારામાં શક્તિ હોય તે જલદી મારી પીઠ ઉપર ચડી જાઓ.” આ પ્રમાણે યક્ષે કહ્યું ત્યારે તે બન્ને ભાઈએ તેનું વચન અંગીકાર કરી અશ્વરૂપે થયેલા તે યક્ષની પીઠ પર ચડ્યા. તરતજ તે અશ્વરૂપ યક્ષ આકાશમાં ઉડી સમુદ્ર ઉપર ચાલ્યા. ' હવે દેવી પિતાને સેંપાયેલ કાર્ય પૂર્ણ કરીને પિતાને સ્થાને આવી, એટલે પિતાના મંદિરમાં તે બનેને તેણીએ જોયા નહીં, તેથી તે સર્વ વનમાં ભમી, પરંતુ કોઈ ઠેકાણે પણ તેમને જોયા નહીં, ત્યારે તેણુએ જ્ઞાનના ઉપયોગથી તેમનું ચંપાપુરી તરફ ગમન જાણી ખરું ગ્રહણ કરી કોપયુક્ત થઈને તેની પાછળ દોડી. તે દેવી તેમની નજીક આવી એટલે તેમને યક્ષની પીઠ ઉપર ચઢેલા જોઈને બેલી કે–“અહા ! તમે મને મૂકીને કેમ જાઓ છે જે તમારે જવાની ઈચ્છા હોય તો મારી સાથે ચાલે, નહીં તે આ ખવડે તમારાં મસ્તક છેદી નાંખીશ.” દેવીએ આ પ્રમાણે કહ્યું ત્યારે યક્ષે તે બંનેને કહ્યું કે “તમે જ્યાં સુધી મારી પીઠ પર રહ્યા છે ત્યાં સુધી તમારે જરા પણ ભય રાખવે નહીં.” આ પ્રમાણે ધીરજનાં વચન સાંભળી તે બને ભાઈઓ વધારે સ્થિર ચિત્તવાળા થયા. ત્યાર પછી દેવી અનુકુળ વચને બોલવા લાગી કે –“હે પ્રાણપ્રિયે! મને એકલી નિરાધાર મૂકીને તમે ક્યાં ચાલ્યા ? " આવાં દીન વચનથી પણ તેમનું ચિત્ત ચલાયમાન થયું નહીં. ત્યારપછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust