________________ તૃતીય પ્રસ્તાવ બે મુનિઓ ભિક્ષા માટે આવ્યા. ત્યારે કણબીએ પોતાની પ્રિયાને કહ્યું કે—“આ મુનિઓને દાન આપ.” તે સાંભળી તે પણ હર્ષ પામી અને ભાગ્યયોગે આ સુપાત્રનો વેગ મળ્યો છે એમ વિચારી શુભ ભાવનાએ કરીને પ્રાસુક અન્નપાણીથી તેમને પડિલાવ્યા. તે જોઈ પાસે રહેલા કર્મ કરે પણ વિચાર કર્યો કે –“આ સ્ત્રી પુરૂષને ધન્ય છે કે જેમણે પોતાને ઘેર આવેલા મહામુનિઓનો ભક્તિથી સત્કાર કર્યો. આ અવસરે તે ત્રણેના મસ્તક ઉપર અકસ્માત્ વીજળી પડી, . તેથી તે ત્રણે એક સાથેજ મરણ પામી સેંધર્મ નામના પહેલા દેવલેકમાં અત્યંત પ્રીતિવાળા દેવ થયા. ત્યાંથી ચ્યવને જે ક્ષેમંકરને જીવ હતો તે હે રાજન ! તું થયું છે, સત્યશ્રીનો જીવ અવીને આ રત્નમંજરી થઈ છે, અને કર્મકરને જીવ તારે મિત્ર મિત્રાનંદ થયે હતું. જે જીવે પૂર્વ ભવમાં વચનથી જેવું કર્મ બાંધ્યું હતું તેવું તેને આ ભવમાં પ્રાપ્ત થયું છે. હે રાજન ! પૂર્વ ભવમાં જે કર્મ હસતાં બંધાય છે, તે આ ભવે રેતાં રેતાં ભેગવવું પડે છે. આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળી રાજા તથા રાણે તત્કાળ મૂછ પામ્યા, તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેમણે પોતાનો સમગ્ર પૂર્વ ભવ જાણ્યું. ત્યારપછી શુદ્ધિમાં આવી રાજે બે કે—“હે ભગવન્! જ્ઞાનરૂપી સૂર્ય સમાન આપે જે કહ્યું તે સર્વ મેં તે જ પ્રમાણે હમણાં પ્રત્યક્ષ જોયું છે. હવે જે ધર્મને માટે મારી યોગ્યતા હોય તે ધર્મ કૃપા કરીને મને કહો.” ગુરૂ બેલ્યા કે–“હે રાજન્ ! તારે પુત્ર થશે, ત્યારપછી તને ચારિત્ર ધર્મ પ્રાપ્ત થશે. હમણું તે તારે શ્રાવક ધર્મ ગ્રહણ કરો એગ્ય છે.” તે સાંભળી રાજાએ રાણું સહિત બાર પ્રકારના શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો. પછી ફરીથી રાજાએ ગુરૂને પૂછયું કે–“તે વખતે પેલા મૃતકે મિત્રાનંદને જે વચન કહ્યું હતું તે કહેનાર કોણ હતું ? " સૂરિ બે ત્યા–“પેલ ધાન્યની શીંગોને લેનાર મુસાફર અનુક્રમે મરણ પામી સંસારમાં પરિભ્રમણ કરી તેજ વટ વૃક્ષ ઉપર વ્યંતર થયો હતો. તેણે જ્યારે મિત્રાનંદને જે ત્યારે પૂર્વ ભવના વૈરને સંભારી શબના મુખમાં ઉતરીને તેણે તેવું વચન કહ્યું હતું. તે સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust