________________ 80 શ્રી શાંતિનાથ ચરિત્ર થઈ, અને પોતાની પુત્રીને કહ્યું કે -" આ પુરૂષને તારે સારી રીતે વશ કરો. કારણ કે તેણે એક વખતનું પણ ઘણું ધન આપ્યું છે. વધારે શું કહું? આ પુરૂષ કલ્પવૃક્ષ સમાન જણાય છે.” તે સાંભળી તેણીએ જાતે જ મિત્રાનંદને સ્નાનાદિક કરાવ્યું. પછી સાંયકાળે અપૂર્વ શાને વિષે ઉત્તમ શણગાર સજી રૂપલક્ષ્મીવડે દેવાંગના જેવી તે વસંતતિલકા વિષયમાં લાલસાવાળી થઈ મિત્રાનંદની પાસે આવી, અને હાવભાવપૂર્વક મધુર વાણું બેલવા લાગી. તે વખતે મિત્રાનંદે મનમાં વિચાર્યું કે –“વિષયમાં લુબ્ધ થયેલા પ્રાણીઓને ખરેખર કાર્યસિદ્ધિ થતી નથી.” માટે મારે આમાં લલચાવું ઘટિત નથી. એમ ધારી તેણે તેને કહ્યું કે–“હે ભદ્દેમારે કાંઈક સ્મરણ (ધ્યાન) કરવું છે, તેથી એક પાટલે લાવ.” તરતજ તેણીએ એક સુવર્ણમય પાટલો લાવી આપે. તેના ઉપર દઢ પદ્માસનવાળી વસ્ત્રવડે ચિતરફ શરીરને ઢાંકી ધર્ત પણું ધારણ કરીને તે બેઠે. આ રીતે પ્રથમ પહાર ગયે, એટલે વેશ્યાએ વિષયભોગ માટે તેની પ્રાર્થના કરી, પરંતુ તે કાંઈ પણ બોલ્યા જ નહીં, યેગીની જેમ મન કરી ધ્યાનમાંજ રહ્યો. આ પ્રમાણે આખી રાત્રિ તેણે ધ્યાનમાંજ ગાળી. પ્રાતઃકાળ થયો ત્યારે તે ઉભે થઇ દેહચિંતાને માટે ગયો. ત્યારપછી તે ગુણિકાએ રાત્રિનું સમગ્ર સ્વરૂપ અક્કાની પાસે કહ્યું. ત્યારે તે કટ્રિની બોલી કે –“તે જેમ કરે તેમ કરવા દે. તારે તે યુક્તિપૂર્વક તેની સેવા બજાવવી.” તે સાંભળી તેણુએ તેમજ કર્યું. બીજી રાત્રિ પણુમિત્રાનંદે તેજ પ્રમાણે નિર્ગમન કરી. તે જાણે કુટ્ટિનોએ ક્રોધ પામી મિત્રાનંદને ઠપકાપૂર્વક કહ્યું કે–“હે ભદ્ર! આ મારી પુત્રી રાજકુમારને પણ દુર્લભ છે, તેની તું વિડં. બના કરે છે તેનું શું કારણ?” ત્યારે મિત્રાનંદ બોલ્યો કે - જ હે માતા ! સમય આવે હું સર્વ ગ્ય કરીશ, પરંતુ મને એક વાત કહો કે તમારે રાજમંદિરમાં પ્રવેશ છે કે નહીં ? " ત્યારે તે બોલી–“ આ મારી પુત્રી રાજાના ચામરને ધારણ કરનારી છે, તેથી હું પણ રાત્રિદિવસ રાજમંદિરમાં ઈચ્છા પ્રમાણે જાઉં આવું છું. મારે જવામાં કાંઈ પણ પ્રતિબંધ નથી.” તે સાંભળી મિત્રાનંદે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust