________________ 82 શ્રી શાંતિનાથ ચરિત્ર. ગઈ. હવે જ્યારે મિત્રાનંદ રાજપુત્રીના મહેલ ઉપર ચડ્યો, ત્યાર તેની વિરચર્યા જોઈ આશ્ચર્ય પામેલી રાજકન્યા ટી નિદ્રાથી સુઈ ગઈ. તે વખતે તે વીરપુરૂષ તેને સુતેલી જોઈ તેના હાથમાંથી રાજાના નામના ચિન્હવાળું કડું કાઢી લઈ તેના જમણુ સાથળમાં છરીવડે ત્રિશૂળનું ચિન્હ કરી જેમ ગયો હતો તેમ રાજમંદિરમાંથી પા છે નીકળી કેઈક દેવકુળમાં જઈને તે તેના ગયા પછી રાજપુત્રીએ વિચાર્યું કે -" આ ચરિત્રવડે આ સામાન્ય પુરૂષ જણાતા નથી. મેં મૂર્ખાઈ કરી કે જેથી તેને બોલાવ્યું પણ નહીં.” આ પ્રમાણે વિચાર કરતી તે કન્યા રાત્રિને અંતે નિદ્રાવશ થઈ. * પ્રાત:કાળે પેલા વીરપુરૂષે (મિત્રાનંદે ) ઉઠી રાજમંદિરના દ્વારમાં જઈ મોટા સ્વરે પિકાર કર્યો કે " હે અન્યાય ! અન્યાય !" તે શબ્દ રાજાએ સાંભળે, ત્યારે પ્રતિહાર એકલી તેને રાજસભામાં બોલાવ્યું. મિત્રાનંદે રાજસભામાં જઈ રાજાને નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિન ! પ્રચંડ પ્રતાપવાળા તમે રાજા છતાં પણ ઇશ્વર શેઠે મને પરદેશીને પરાભવ પમાડ્યો છે.” ત્યારે રાજાએ પૂછયું કે તેણે શું કર્યું છે?” મિત્રાનંદ બેલ્યો-“હે રાજન્ ! ભાડાવડે આખી રાત્રી શબનું રક્ષણ કરવા મને રાખી પાછળથી દેવા કહેલું અર્ધ દ્રવ્ય તે શેઠે મને આપ્યું નથી.” તે સાંભળી ક્રોધ પામેલા રાજાએ આરક્ષકને આજ્ઞા કરી કે— “એકદમ જાઓ અને તે દુષ્ટ વણિકને બાંધીને લાવે.” આ પ્રમાણે રાજા હુકમ કરે છે તેટલામાં તે તે વૃત્તાંત જાણું ઈશ્વર શેઠ પિતેજ દ્રવ્ય લઈ રાજસભામાં આવ્યો અને તે પરદેશીને પાંચ સેનામહેરો ગણી આપી. પછી તે શ્રેષ્ઠીએ રાજાને કહ્યું કે –“હે દેવ! તે વખતે શેકાતુર હોવાને લીધે તથા શબના સંસ્કાર વિગેરેમાં વ્યગ્ર હોવાને લીધે મેં આ પરદેશીને ધન આપ્યું નહોતું. ત્યાર પછી ત્રણ દિવસ લોકાચારમાં ગયા, તેથી આપતાં વિલંબ થયો છે.” આમ કહી રાજાને પ્રસન્ન કરી તે પોતાને સ્થાને ગયો. ત્યાર પછી રાજાએ મિત્રાનંદને શબના રક્ષણની વાત પૂછી, ત્યારે તેણે કહ્યું કે“ હે રાજન ! જે તે વાત સાંભળવાનું આપને કેતુક હોય તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust