________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. થોડી વારે ત્યાં કેઈ તપસ્વી આવ્યું, તેણે તેને તેવી અવસ્થાવાળા જોઈ દયા આવવાથી વિદ્યા વડે જળ મંત્રી તેના સર્વ અંગ પર છાંટી તેને જીવતો રાખે. પછી એગીએ તેને પૂછયું કે–“હું ભદ્ર! તું એકલે ક્યાં જાય છે?" ત્યારે તેણે પોતાની સર્વ વાતો યથાર્થ કહી સંભળાવી. ત્યારપછી તે તપસ્વી પિતાને સ્થાને ગયા. મિત્રાનંદે મનમાં વિચાર્યું કે -" અરે ! મૃત્યુનું કારણ બન્યા છતાં હું મરણ પામ્યું નહીં, અને કદાગ્રહને લીધે મિત્રના સંગથી પષ્ટ થયો. હજુ પણ મિત્રની સમીપે જાઉં.” એમ વિચારી તે તારી પાસે આવવા ચાલ્યો. તેવામાં માર્ગે તેને ચારેએ પકડ્યો અને તેઓ તેને પોતાની પલ્લીમાં લઈ ગયા. તેઓએ તેને ગુલામ ખરીદનાર વેપારીઓ પાસે વેચે. તે વેપારી પારસી નામના પ્રદેશમાં જતા હતા. માર્ગે ચાલતાં ઉજયિની શહેરમાં બહારના ઉદ્યાનમાં તે રાત્રિ રહ્યા. મધ્ય રાત્રિએ અ૫ બંધન હોવાથી છુટ થઈ તારો મિત્ર ત્યાંથી નાસી નગરીના ખાળને માર્ગે નગરમાં પેઠે. તે અવસરે તે નગરીમાં ચોરને ઘણે ઉપદ્રવ હતું, તેથી ચારને નિગ્રહ કરવા માટે રાજાએ તળારને વિશેષ સખ્તાઈ કરી હતી. દેવયોગે તલારક્ષકે જ ચોરની જેમ પેસતાં મિત્રાનંદને જોયે. તેથી તેને પાંચમેડીએ બાંધી યષ્ટિ મુષ્ટિના પ્રહારથી જર્જરિત કરી આરક્ષકે પિતાના સેવકોને વધ કરવા આપ્યો અને કહ્યું કે –“આને તમારે ક્ષિપ્રા નદીને કાંઠે મેટા વટવૃક્ષ ઉપર લટકાવીને માર કે જેથી સર્વને ખબર પડે.” સેવક સાથે જતાં તારો મિત્ર વિચાર કરવા લાગ્યું કે “પ્રથમ “શબે જે વચન કહ્યું હતું, તે સત્ય થયું. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે / यत्र वा तत्र वा यातु, यद्वा तद्वा करोत्वसौ / तथापि मुच्यते प्राणी, न पूर्वकृतकर्मणा // 1 // विभवो निर्धनत्वं च, वन्धनं मरणं तथा / येन यत्र यदा लभ्यं, तस्य तत्तत्तदा भवेत् // 2 // * કેટવાળ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust