________________ - શ્રી શાંતિનાથ ચરિત્ર. ' ડાહ્યા મનુષ્યોએ સર્વ દુઃખનો નાશ કરનાર અને સમગ્ર સુખને આપનાર ધર્મજ સેવવા લાયક છે.” * આ અવસરે અશેકદત્ત નામના એક શ્રેષ્ઠ વણિકે ગુરૂને પૂછયું કે –“હે પૂજ્ય ! અશેકશ્રી નામની મારે પુત્રી છે. તે ક્યા કર્મ કરીને શરીરમાં ગાઢ વેદનાથી દુ:ખ પામે છે? તથા ઘણુ ઉપચાર - કર્યા છતાં તેના રોગની લેશ પણ શાંતિ કેમ થતી નથી ? સૂરિ બોલ્યા કે “હે શ્રેષ્ઠી! આ તારી પુત્રી પૂર્વ ભવે ભૂતશાળી નામના નગરમાં ભૂતદેવ નામના શેઠની કસુમવતી નામની ભાર્યા હતી. એકદા તેના ઘરમાં બિલાડી, દૂધ પી ગઈ, ત્યારે તેણુએ કોધથી દેવમતી નામની પિતાના પુત્રની વહુને કહ્યું કે“ અરે ! શું તને ડાકણું વળગી છે? કે જેથી તે દુધની સંભાળ ન રાખી ?" તે સાંભળી તે બાળિકા ભયભીત થઈ કંપવા લાગી. તે જોઈ તરતજ તેના ઘર પાસે ઉભેલી કોઈ ચંડાળની સ્ત્રી કે જે ડાકણના મંત્રને જાણતી હતી તેણે છળ મળવાથી તે વહુના શરીરમાં પ્રવેશ કર્યો, તેથી તે અત્યંત વેદના પામવા લાગી. તેણીની ઘણું વૈદ્યોએ વિવિધ પ્રકારની ચિકિત્સા કરી તોપણ તે વહુ દોષ રહિત થઈ નહીં. એકદા ત્યાં કોઈ યેગી આવ્યો. તેણે મંત્રના બળથી અગ્નિમાં પિતાનું યંત્ર તપાળ્યું, તે વખતે વેદનાથી પીડા પામતી તે ચંડાળી કેશને છુટા મૂકી ત્યાં આવી. તેને યેગીએ પૂછ્યું કે “હે દુષ્ટા! તું આ વહુના શરીરમાં શા માટે પેઠી ?" તે બેલી કે–“તેવા પ્રકારનું સાસુનું વચન સાંભળી આ કંપવા લાગી, તેથી તે છળ પામીને હું તેના શરીરમાં પેઠી છું.” તે સાંભળી યેગીએ મંત્રના બળથી તે વહુના શરીરમાંથી તેને બહાર કાઢી. તે હકીકત જાણું નગરના રાજાએ તે ચંડાળીને દેશનિકાલ કરી, અને કુસુમવતી સાસુને લેકે કાળજિહા કહેવા લાગ્યા. તેથી વૈરાગ્ય પામીને તેણએ સાધ્વી પાસે દીક્ષા ગ્રહણ કરી, અને શુભ ભાવવડે નિર્મળ ચારિત્ર પાળી મરણ પામી સ્વ માં ગઈ. ત્યાંથી વી હે શ્રેષ્ઠી ! તે આ તારી પુત્રી થઈ છે. તેણીએ પૂર્વ ભવમાં જે દુષ્ટ વચન કહ્યું હતું, તેની તેણે ગુરૂ પાસે આલેચના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust