________________ તૃતીય પ્રસ્તાવ. કરી નહોતી, તેથી હમણાં તે આકાશદેવીના દોષથી દૂષિત થઈ છે. 4 તેપણ હે શ્રેષ્ઠી ! તે પુત્રીને તું અહીં લાવ. તે મારું વચન સાંભળી જાતિસ્મરણ પામી પોતાના પૂર્વ ભવને જોશે, અને તત્કાળ દોષથી પણ મુક્ત થશે.” આ પ્રમાણેનું સૂરિનું વચન સાંભળી શ્રેષ્ઠી તરતજ તેને ગુરૂના ચરણ પાસે લઈ આવ્યો. તે જ વખતે ગુરૂના પ્રભાવથી આકાશદેવતા જતી રહી, અને તે પોતાનું ચરિત્ર સાંભળી જાતિસ્મરણ પામી પૂર્વ ભવ જોઈને બોલી કે “હે પ્રભુ! તમે જે કહ્યું તે સર્વ સત્યજ છે. હવે હું સંસારમાં વસવાથી વૈરાગ્ય પામી છું, મને દીક્ષા - આપ.” ત્યારે ગુરૂ બાલ્યા કે—“હે ભદ્ર ! હજુ તારે ભગના ફળરૂપ કર્મ બાકી છે, તે ભોગવ્યા પછી તું ચારિત્ર અંગીકાર કરજે.” તે સાંભળી ગુરૂને વંદના કરી કાંઈક ધર્મ અંગીકાર કરીને પુત્રી સહિત શ્રેણી પોતાને ઘેર ગયા. આ સર્વ હકીકત સાંભળી રાજાએ વિચાર કર્યો કે–“ પૃથ્વી ઉપર આ ગુરૂનું જ્ઞાન અતિ અભુત જણાય છે. કારણ કે તેણે શ્રેષ્ઠી ની પુત્રીને પૂર્વ ભવ પ્રત્યક્ષજ જાણે દીઠે હોય તેવી રીતે કહ્યો.” એમ વિચારી રાજાએ ગુરૂને પૂછયું કે–“હે ભગવન્ ! કૃપા કરીને મારા પ્રાણપ્રિય મિત્રાનંદ મિત્રની હકીકત કહો.” ત્યારે ગુરૂ બોલ્યા- “હે રાજન ! તે તારે મિત્ર તારી પાસેથી ચાલ્યા પછી માર્ગમાં અનુક્રમે જળદુર્ગને ઉલ્લંઘી સ્થળદુર્ગમાં ગયો. ત્યાં અરણ્યમાં કઈ પર્વતમાંથી નદી પડવાને સ્થાને તારે મિત્ર પરિવાર સહિત ભજન કરવા બેઠે. સર્વે સેવકો ભેજન કરવા લાગ્યા. તેટલામાં ત્યાં અકસ્માત ભિલ્લની ધાડ પડી, તે પ્રચંડ ભિલ્લોએ તેના સર્વ સુભટોને પરાભવ કર્યો. ત્યારે ભય પામેલ મિત્રાનંદ એકલો નાશી ગયે. તેના સેવકો પણ કેટલાક મરાયા અને કેટલાક નાશી ગયા. જેઓ નાશી ગયા તેઓ લજજાને લીધે પાછા અહીં આવ્યા નહી, બીજે જતા રહ્યા છે. ત્યારપછી તારે મિત્ર અરણ્યમાં જતાં એક સરોવર જોઈ તેનું જળ પી એક વટવૃક્ષની નીચે જેટલામાં સુતો, તેટલામાં તે વટના કોટરમાંથી એક કૃષ્ણ સર્પ નીકળી તેને કરડ્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust