________________ તૃતીય પ્રસ્તાવ. : 9 તે તું વિશ્વાસુ માણસને સાથે લઈ વસંતપુર જા.” મિત્રાનંદ તેયાર થઈને વસંતપુર તરફ ચાલ્યુંરાજાએ પોતાના પુરૂષને તેની સાથે મોકલ્યા અને તેઓને શિક્ષા આપી કે–“વસંતપુર પહોંચ્યા પછી તમારામાંથી કોઈએ પણ અહીં આવીને મિત્રાનંદની કુશળવાર્તા મને કહેવી.” તે પુરૂષોએ “બહુ સારૂં” એમ કહી રાજાની આજ્ઞા સ્વીકારી. * ત્યારપછી અમરદત્ત રાજા મિત્રના વિયોગથી વિહ્વળ હતું તે પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી રાજ્યલક્ષમીને રાણીની સાથે ભેગવતે હતા. ઘણું દિવસે ગયા પછી તે પુરૂષમાંથી કઈ પણ પાછો આવ્યો નહીં, ત્યારે રાજાએ તેના સમાચાર જાણવા માટે બીજા માણસે મોકલ્યા. તેઓ કેટલેક દિવસે પાછા આવ્યા. તેઓએ રાજાને કહ્યું કે–“હે સ્વામિન! અમે વસંતપુર સુધી જઈ આવ્યા, પરંતુ ત્યાં અથવા માર્ગમાં કોઈ પણ ઠેકાણે અમે મિત્રાનંદને જ નહીં, તેમજ તેની વાર્તા પણ સાંભળી નહીં.” તે સાંભળી ચિત્તમાં આકુળ વ્યાકુળ થઈ રાજાએ દેવીને કહ્યું કે “હે પ્રિયે ! હવે શું કરવું ? મિત્રની વાર્તા પણ સંભળાતી નથી.” તે સાંભળી રાણું બેલી–“હે સ્વામી ! જે કઈ જ્ઞાની અહીં આવે તો સંદેહ દૂર થાય, તે વિના સંશય શી રીતે જાય ?" આ પ્રમાણે તેઓ વાતો કરે છે, તેટલામાં અકસમાત ઉદ્યાનપાળે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે–“હે રાજન ! ચાર જ્ઞાનને ધારણ કરનારા શ્રી ધર્મઘોષ નામના સૂરિ આપણા નગરની બહાર અશોકતિલક નામના ઉદ્યાનમાં પધાર્યા છે અને લકોને ધર્મોપદેશ આપે છે.” તે સાંભળી રાજાએ તેને પાંચ અંગના આભૂષણેનું દાન કર્યું. જેની રાહ જોતા હતા તેવાજ ગુરૂનું આગમન સાંભળી રાજાના ચિત્તમાં અત્યંત ભક્તિ ઉત્પન્ન થઈ. તેથી તે ઘણું સામગ્રી પૂર્વક પટરાણી સહિત ગુરૂને વાંદવા ગયે. ત્યાં જઈ ખ, છત્ર વિગેરે રાજ્યના ચિન્હો દૂર મૂકી ત્રણ પ્રદક્ષિણ દઈ ઉત્તરાસંગ કરી વિધિપૂર્વક ગુરૂને વંદના કરી, અને પરિવાર સહિત ઉચિત સ્થાને વિનયપૂર્વક બેઠો. ગુરુ મહારાજ બોલ્યા કે “હે રાજન! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust