________________ . શ્રી શાંતિનાથ ચરિત્ર. સુંદરીના જેવું રૂપ તે પ્રાયે દેવલોકમાં પણ હશે નહીં. ત્રીજી ‘બોલી -" આ સ્ત્રી પુરેપુરી ભાગ્યવતી છે કે જેણીએ આ ગુણ અને રૂપથી શુભ પતિ પ્રાપ્ત કર્યો.” વળી ચોથી બેલી—“ આ પુરૂષ પુણ્યશાળી છે કે જેણે પરદેશમાં પણ આવી દેવાંગના જેવી નિરૂપમ સ્ત્રી મેળવી.” વળી બીજી કોઈ બોલી—“ આને મિત્ર અત્યંત શ્લાઘાને છે કે જેણે માટે પ્રયત્ન કરીને પણ પોતાના મિત્ર માટે આવી મૃગ સરખા લેનવાળી સુંદર પ્રિયા લાવી આપી.” વળી બીજી કઈ બેલી આ શ્રેષ્ઠીજ કેમ શ્રેષ્ઠ નહીં કે જે ભાગ્યવાને કુળ અને શીળ જાણ્યા વિના પણ આને પુત્રની જેમ પાળે.” આવા આવા પૂરની સ્ત્રીઓના આલાપ સાંભળતે અમરદત્ત રાજમહેલના દ્વાર પાસે આવ્યા. પછી હસ્તી પરથી નીચે ઉતરી રાજમંડળથી સેવા રાજસભામાં જઈ સિંહાસન ઉપર બેઠે. રાણી રત્નમંજરી તથા મિત્ર મિત્રાનંદ તેની સામે બેઠા. બીજા સર્વ જને પોતપોતાને ગ્ય સ્થાને બેઠા. ત્યારપછી મંત્રી અને સામતેએ મળી તેને રાજ્યાભિષેક કરી પ્રણામ કર્યો. તે રાજાએ રત્નમંજરીને પટરાણી કરી, બુદ્ધિમાન મિત્રાનંદને સર્વ રાજ્યની મુદ્રાને અધિકારી કર્યો અને રત્નસાર શ્રેણીને પિતાને સ્થાને સ્થાપન કર્યો. આ પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી કૃતજ્ઞને વિષે શિરોમણિ અમરદત્ત રાજા ન્યાયપૂર્વક અખંડિત રાજ્યનું પાલન કરવા લાગે. મિત્રાનંદ રાજ્યકાર્યમાં વ્યગ્ર થયો હતો તો પણ તેને મરણને સૂચવનારૂં તે શબનું વચન વિસ્મરણ થયું નહોતું, તેથી તેના મનની પીડા શાંત થઈ નહીં. એકદા તેણે અમરદત્ત રાજાની પાસે વિનંતિ કરી કે -" હે રાજન! તે શબે કહેલા શબ્દથી મરણની ચિંતા મારા ચિત્તમાંથી જતી નથી કે જેને માટે મેં દેશાંતરને આશ્રય કર્યો છે. " તે સાંભળી રાજાએ કહ્યું—“ હે મિત્ર ! તું ખેદ ન કર. એ સર્વ વ્યતંરનીજ ચેષ્ટા હતી.” મિત્રાનંદ -" નજીકપણાને લીધે અહી રહ્યા છતાં પણ મારું મન દુ:ખાય છે, તેથી મને કયાંઈક દૂર મોકલે.” તે સાંભળી રાજાએ કાંઈક વિચાર કરી કહ્યું કે “હે મિ ! જે એવી ઈચ્છા હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust