________________ તૃતીય પ્રસ્તાવ સાવધાન થઈને સાંભળો. ધનના લેભથી શબના રક્ષણને અંગીકાર કરી હાથમાં છરી રાખીને નિદ્રા રહિત સાવધાનપણે હું શબની પાસે બેઠે હતા, તેટલામાં રાત્રિના પહેલે પહોરે મહા ઉગ્ર શીયાળને શબ્દ પ્રગટ થયા અને તરત જ મારી તરફ પીળા રૂંવાડાવાળા શીયાળે મેં જોયા, તે પણ હું ક્ષેભ પાપે નહીં. ત્યારપછી બીજે પèારે અતિ ભયંકર અને શ્યામ વર્ણવાળા રાક્ષસે પ્રગટ થઈ કિલકિલ શબ્દ કરવા લાગ્યા, તે પણ મારા સત્તવથી નાશી ગયા. પછી ત્રીજે પ્રહરે રે દાસ ! તું કયાં જઈશ?” એમ બોલતી હાથમાં શસ્ત્રને ધારણ કરતી શાકીનીએ મેં જોઈ. તે પણ મારા હૈયેથી નાશી ગઈ. ત્યારપછી રાત્રિને ચોથે પહોરે હે રાજન ! દિવ્ય વસ્ત્રને ધારણ કરતી, વિવિધ આભૂષણોથી શોભતી, દેવાંગના જેવા રૂપવાળી છુટા કેશવાળી, ભયંકર મુખવાળી, હાથમાં કત્રિકાને ધારણ કરતી તથા ભયને ઉત્પન્ન કરતી કોઈ સ્ત્રી મારી પાસે આવી, અને “હે દુષ્ટ !! તને હમણાજ ક્ષય પમાડું છું.' એમ તે બોલવા લાગી. તેને જોઈ મેં ચિત્તમાં વિચાર્યું કે “જે મરકી કહેવાય છે તેજ આ જણાય છે.” એમ વિચારી હે રાજન ! તરતજ મેં મારા ડાબા હાથે તેને પકડી, અને જમણા હાથમાંની છરી ઉંચી કરી. એટલે મારો હાથ મરડીને તે જવા લાગી, ત્યારે નાસતાં નાસતાં તેના જમણા સાથળમાં મેં છરીના ચરકા કર્યા અને ખેંચાખેંચમાં તેના હાથનું કડું મારા હાથમાં રહી ગયું. એટલામાં તે સૂર્યોદય થયે.” આ પ્રમાણે આશ્ચર્ય ઉત્પન્ન કરનારી તેની હકીકત સાંભળી રાજાએ મિત્રાનંદને કહ્યું કે–“હે વીર પુરૂષ! તે તે મરકીના હાથમાંથી કડું ગ્રહણ કર્યું તે મને દેખાડ.” તે સાંભળી તરતજ તેણે પિતાના પ્રેસને છેડે બાંધેલું તે કડું કાઢીને રાજાના હાથમાં આપ્યું. રાજાએ તે કહું પોતાના નામવાળું જોઈ વિચાર્યું કે –“શું મારી પુત્રી જ મરકી છે? કારણ કે આ આભૂષણે તેનું જ છે.” એમ વિચારી દેહચિંતાના મિષથી રાજા ત્યાંથી ઉભે થઈ કન્યાના મહેલમાં ગયા. ત્યાં કન્યાને સુતેલી જોઈ, તેને ડાબો હાથ કડા રહિત છે, તથા સાથળ ઉપર ત્રણને ઠેકાણે પાટો બાંધે છે. તે સર્વ જોઈ રાજા જાણે વાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust