________________ 34 - શ્રી શાંતિનાથ ચરિત્ર. નામે પુત્ર થયો. સિંહનંદિતાનો જીવ સ્વર્ગથી અવી તેજ ત્રિપૃષ્ઠની રાણ સ્વયંપ્રભાની કુક્ષિમાં પુત્રીપણે ઉત્પન્ન થયે. તે પુત્રીનું નામ જ્યોતિષપ્રભા પાડ્યું. તે પણ અનુક્રમે યુવાવસ્થાને પામી.. * ત્રિપૃષ્ઠ વાસુદેવે જોતિષપ્રભાને માટે સ્વયંવર ર. દૂત મેકલી સવે રાજાઓને આમંત્રણ કર્યું. તે અવસરે અકેકીર્તિ રાજાએ વાસુદેવની પાસે પોતાનો પ્રધાન મોકલ્યો. તેણે વાસુદેવની પાસે આવી કહ્યું કે-“હે દેવ ! મારા સ્વામીએ વિજ્ઞપ્તિ કરી છે કેઆપની આજ્ઞા હોય તો મારી પુત્રી સુતારા પણ અહીં સ્વયંવરમાંજ પિતાની ઈચ્છા પ્રમાણે વરને વરે.” તે સાંભળી વાસુદેવે કહ્યું કે –“જલદી આવે. મારા અને અર્જકીર્તિનાં ઘરમાં જુદાઈ જાણવી નહીં. " આ પ્રમાણે તેની આજ્ઞા થવાથી અર્કકીતિ રાજા પુત્રીને લઈને અમિતતેજ કુમાર સહિત ત્યાં આવ્યો. વાસુદેવે તેને સારે સત્કાર કર્યો. પછી વાસુદેવે શુભ દિવસે સ્વયંવરમંડપ રચાવ્યા. તેમાં ઘણું માંચાઓ સ્થાપન કર્યા. જુદા જુદા રાજપુત્રના નામથી યુક્ત ઘણું આસને મૂકાવ્યાં. ત્યારપછી સર્વ રાજાઓને બોલાવ્યા. તે સવે આવી અનુક્રમે પિતપતાને આસને બેઠા. તે મંડપમાં વિષ્ણુ અને બળભદ્ર પણ મુખ્ય સ્થાને બેઠા. આ અવસરે સ્નાન કરી ભવેત વસ્ત્ર પહેરી વેત પુષ્પ અને અંગરાગ ધારણ કરી મોટી શિબિકા ઉપર આરૂઢ થઈ તિપ્રભા અને સુતારા એ બન્ને રાજકન્યાઓ સ્વયંવર મંડપમાં આવી. શિબિકામાંથી ઉતરી સમગ્ર રાજાઓને અનુક્રમે જોઈ જ્યોતિપ્રભાએ અમિતતેજના કંઠમાં વરમાળા નાંખી અને સુતારાએ શ્રીવિજયના કંઠમાં વરમાળા સ્થાપના કરી. તે વખતે સર્વ ભૂચર અને ખેચરેએ કહ્યું કે –“અહો ! બને કન્યાઓ યોગ્ય વરને વરી.” ત્યારપછી ત્રિપૃષ્ઠ તથા અકીર્તિએ આવેલા સર્વ રાજાઓને યથાશક્તિ સત્કાર કરી તેમને બહુ માનથી વિદાય કયો અને ઉત્સવપૂર્વક પ્રીતિથી પોતપોતાની કન્યાને વિવાહ મહોત્સવ કર્યો. પછી એક કીતિ રાજા તિગ્મભાને લઈને અને પોતાની પુત્રી સુતારાને ત્યાંજ મૂકીને પોતાના પુત્ર સહિત પોતાના નગરમાં ગયે, અને સુખેથી રાજ્ય કરવા લાગ્યો. એકદા અકીતિ રાજાએ વૈરાગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust