________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. કાર કર્યું, ત્યારે સાર્થવાહે પ્રસન્ન થઈ તે ચંડાળને સેનાની ઇંટેના ચાર જેટા આપ્યા. તે લઈ તે ચંડાળ ગાયક સભામાં બેઠેલા રાજા. પાસે આવી ગાયન કરવા લાગ્યું. તેના ગાયનથી ખુશી થઈ રાજાએ સ્થગીધરને કહ્યું કે “હે સ્થગીધર ! આ ઉત્તમ ગાયકને તું તાંબુલ. આપ.” આ પ્રમાણે રાજાના હુકમથી તે ધનદ જેટલામાં તાંબુલ આપવા તેની પાસે ગયે, તેટલામાં તે ગીતરતિ નામને મલિન ગાયક તે ધનદને કંઠે વળગી “હે ભાઈ ! તને મેં ચિરકાળે જે” એમ ઓલી અત્યંત રોવા લાગ્યું. તે જોઈ રાજાએ તેને પૂછ્યું કે -" હે મસ્યોદર ! આ ગાયક શું કહે છે?” ત્યારે કાંઈક ઉપાયને વિચારી ધનદ બોલ્યા કે –“હે રાજન ! આ સર્વ સત્યજ છે.” રાજાએ પૂછ્યું કે -" શી રીતે સત્ય ?" ત્યારે ધનદ પોતાની મતિ૯૯૫નાથી બાલ્યા કે –“હે રાજન ! પહેલાં આ નગરમાં અમારે પિતા ચંડાળ ગીતક્રિયામાં નિપુણ અને સ્વામીનું કૃપાપાત્ર હતો. તેને બે પ્રિયાએ હતી. તેનાથી અમે બે પુત્રો થયા. મારી માતા કાંઈક અનિષ્ટ હતી તેથી મારા પિતાને હું પણ અનિષ્ટ હતે. આની મા અતિ વહાલી હતી, તેથી આ મારા પિતાને અત્યંત પ્રિય હતે. મારા પિતાએ લાંબા કાળને વિચાર કરી મારી જંઘામાં પાંચ રત્ન નાંખ્યાં અને તેને પ્રહાર રૂઝવી દીધો. પછી મારા પિતાએ મને કહ્યું કે “હે વત્સ! વિષમ સમય આવે ત્યારે આ કાઢીને તું ખાજે.એમ કહી મને પ્રસન્ન કર્યો. પછી આ વિશેષ પ્રિય હોવાથી આના આખા શરીરમાં રને નાંખ્યા.” આ પ્રમાણે કહી ધનદે વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે પોતાની જંઘા વિદારી પતે નાંખેલાં પાંચ રને કાઢી રાજાને દેખાડ્યા. ઘણું મૂલ્યવાળા રને જોઈ રાજા ચમત્કાર પાપે. પછી રાજાએ પોતાની સીપાઈઓને કહ્યું કે– આ ગીતરતિનું આખું શરીર વિદારી તેમાંથી રત્નો કાઢીને પ્રગટ કરે.” તે સાંભળી ભય પામી ગીતરતિ બે કે -" સ્વામિન ! આ મારા ભાઈ નથી અને હું એને ઓળખતે પણ નથી, અને મારા શરીરમાં રત્ન પણું નથી.” આ પ્રમાણે તે બેલતો હતો તેવામાં રાજાના સેવકે તેનું શરીર વિચારવા તૈયાર થઈ ગયા, ત્યારે તે બોલ્યા કે— P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust