________________ 76 1. શ્રી શાંતિનાથ ચરિત્ર. આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે મિત્રાનંદ બે કે–“હે મિત્ર ! તું કહે કે આપણે શું કરવું ? " અમરદને કહ્યું " આ આપણું સ્થાન છેડીને આપણે દેશાંતરમાં જવું.” તે સાંભળી મિત્રાનંદે મિત્રના ચિત્તની પરીક્ષા કરવાના હેતુથી કહ્યું કે—“ બહારગામ જવું તારાથી બની શકશે નહીં. તારું શરીર અતિ કેમળ છે. અને કહેલું મારું કઈ તે કેટલેક કાળે થશે, પરંતુ કમળતાને લીધે દેશતરના ફ્લેશથી તારૂં મરણ તો વહેલું થવાનો સંભવ ઉત્પન્ન થશે.” તે સાંભળી અમરદત્ત બેલ્ય–“હે મિત્ર! ગમે તેમ થાય પણ સુખ અથવા દુઃખ મારે તારી સાથે જ ભેગવવાનું છે.” આ પ્રમાણે કહે વાથી તે બન્ને પરસ્પર એકચિત્તવાળા થયા. ત્યાર પછી તેઓ સંકેત કરીને ઘરથી નીકળી અનુકમે પાટલીપુર નગરમાં ગયા. તે નગરની બહાર નંદનવન જેવા મનહર ઉદ્યાનમાં ઉંચા પ્રકાર (ગઢ) થી વીંટાયેલે અને દવાઓની શ્રેણિથી શોભતે એક મનેહર પ્રાસાદ જે. ત્યાં અને મિત્રો આશ્ચર્ય પામી પાસે રહેલી વાવના જળમાં હાથ, પગ અને મુખ વિગેરે ધંઈ પ્રાસાદની અંદર જઈ તેની સુંદરતા જેવા લાગ્યા. ત્યાં અમરદત્તે એક સુંદર પુતળી ઈ; તે રૂપ અને લાવણ્ય કરીને સાક્ષાત્ દેવાંગના જેવી જ હતી. તેને જોઈ અમરદત્ત જાણે ચિત્રમાં આલેખાયેલું હોય તેમ સ્થિર થઈ ગયો અને સુધા, તૃષા તથા શ્રમને પણ ભૂલી ગયે. તેટલામાં મધ્યાન્હ સમય થતાં મિત્રાનંદે કહ્યું “હે બંધુ ! ચાલે, આપણે નગરમાં જઈએ, મેડુિં થાય છે.” તે સાંભળી તે –“હે મિત્ર! એક ક્ષણ વાર રાહ જે, કે જેથી આ પુતળીને હું સંપૂર્ણપણે જોઈ લઉં.” આ પ્રમાણે તેના કહેવાથી ક્ષણ વાર રહી ફરીથી મિત્રાનંદે કહ્યું–“હે પ્રિય મિત્ર! હવે આપણે નગરમાં જઈએ અને કઈ ઠેકાણે સ્થિરતા કરીને ભોજનાદિક કરીએ. પછી વળી ફરીને અહીં આવશું.” તે સાંભળી અમરદત્ત બેલ્યો કે–“જે હું આ સ્થાનથી ચાલીશ તે જરૂર મારું મૃત્યુજ થશે.” તે સાંભળી મિત્રાનંદ બેલ્યો“હે મિત્ર ! આ પથ્થરની ઘડેલી પુતળી ઉપર તારો આવશે રાગ ? જો તારે સ્ત્રી વિલાસની ઈચ્છા હશે તે નગરમાં જઈજન કરીને તારી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust