________________ તૃતીય પ્રસ્તાવ 75 ઉગ્ર અપરાધ કરી મને ધન આપી સંતેષ પમાડવા તું ઈચ્છે છે?” બારે મંત્રીએ કહ્યું-“મારા પ્રાણે પણ આપને જ આધીન છે; પરંતુ એકવાર તે પેટી તે જુઓ.” આ પ્રમાણેના તેના આગ્રહથી રાજાએ તે પેટીનાં સર્વ તાળાં ઉઘાડ્યાં. તેની અંદર મંત્રીને પુત્ર સુબુદ્ધિ હતો, તેના જમણા હાથમાં શસ્ત્ર હતું, ડાબા હાથમાં વેણદંડ હતો અને તેના બને પગ બાંધેલા હતા. આવી સ્થિતિવાળા તેને જોઈ વિસ્મય પામેલા રાજાએ મંત્રીને પૂછયું કે –“આ શું?” સચિવે કહ્યું-“હે રાજન ! હું કાંઈ પણ જાણતો નથી. આપજ જાણે છે. સત્ય વાતને જાણ્યા વિના મારે જન્મપર્વતના સેવકને મૂળથીજ ઉચછેદ કરવા આપ તૈયાર થયા છે. આ પેટી મેં આપની સમક્ષ આપને ઘેર મૂકી છે, તેની અંદર જ્યારે આવું થયું ત્યારે તેમાં મારે શે અપરાધ ?" તે સાંભળી રાજા લજા પામી છે કે“હે મંત્રી ! મને આનું રહસ્ય કહે.” મંત્રી બોલ્યો કે–“હે સ્વામિન્ ! કઈ પણ રોષ પામેલા વ્યંતર વિગેરે દેવે મારે પુત્ર નિદોષ છતાં પણ તેને દેષ પ્રગટ કરવા માટે આમ કર્યું હોય એમ સંભવે છે. અન્યથા આવી રીતે પેટીમાં ગુપ્ત કરેલાની આવી અવસ્થા કેમ થાય?” તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ પુત્ર સહિત સચિવને સત્કાર કર્યો. પછી ફરીથી રાજાએ પૂછયું કે–“હે મંત્રી ! તે આ શી રીતે જાણ્યું?” ત્યારે મંત્રી બે કે–“હે રાજ! તે નિમિત્તિયાને પૂછયું હતું કે “મારે કેનાથી કષ્ટ થશે ?" ત્યારે તેણે મને કહ્યું હતું કે “તમારા પુત્રથી તમને કષ્ટ થશે.” તેથી મેં તેને લગતે યત્ન કર્યો હતે. હવે તો શ્રી જિનધર્મના પ્રભાવથી સમગ્ર વિઘની શાંતિ થઈ છે.” ત્યાર પછી રાજા અને મંત્રી પોતપોતાના પુત્રને પોતપોતાને સ્થાને સ્થાપન કરી દીક્ષા લઈ દુષ્કર તપ તપીને. 1. સદ્ગતિ પામ્યા. ઇતિ જ્ઞાનગર્ભ મંત્રી કથા. હે મિત્ર! જેમ તે મંત્રીએ પરાકમથી અને યત્નથી વિપત્તિને નાશ કર્યો, તેજ રીતે આપણે પણ કરશું. તું ખેદનો ત્યાગ કર.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust