________________ શ્રી શાંતિનાથ ચરિત્ર. પણું આવી જ રીતે આજ વૃક્ષ ઉપર બંધાઈશ અને તારા મુખમાં પણુ મેઈ પડશે.” આવું તેનું વચન સાંભળી મૃત્યુથી ભય પામેલ મિત્રાનંદ ક્રીડામાં ઉત્સાહ રહિત મનવાળો થઈ ગયો, તેથી તે બોલ્યા. કે “આ મેઈ શબના મુખમાં પડવાથી અપવિત્ર થઈ તેથી આ. ક્રિીડાએ કરીને સર્યું. " ત્યારે અમરદત્ત બે કે –“મારી પાસે બીજી મેઈ છે તેવડે આપણે રમીએ.” આમ કહ્યા છતાં મિત્રાનંદ ક્રીડાથી વિમુખ જ રહ્યો, એટલે તે બને મિત્રો ઘેર ગયા. બીજે દિવસે આનંદ રહિત અને શ્યામ મુખવાળા મિત્રાનંદને જોઇ અમરદસે તેને પૂછ્યું કે–“હે મિત્રાનંદ ! તારા દુ:ખનું કારણ શું છે ? તે કહે.” આ પ્રમાણે અતિ આગ્રહથી તેણે પૂછયું ત્યારે મિત્રાનંદે મૃતકના વચનનું વૃત્તાંત પોતાના મિત્રને કહી બતાવ્યું, કેમકે મિત્રથી કાંઈ પણ ગુપ્ત હોય નહીં. તે સાંભળી અમરદત્તે કહ્યું—“ હે મિત્ર! મૃતક કદિ બેલે નહીં, તેથી ખરેખર તે કઈ વ્યંતરનું વચન સંભવે છે, પરંતુ તે વિષે કાંઈ ચોક્કસ કહી શકાય નહીં. " ફરીથી અમરદત્તે તેને પૂછયું કે–“હે મિત્ર! તે વચન તને સત્ય લાગે છે, અસત્ય લાગે છે કે હાસ્ય માત્ર જણાય છે ?" ત્યારે મિત્રાનંદ બે કે –“મને તો તે “સત્યજ લાગે છે.” ત્યારે અમરદત્ત બોલ્યો કે–“કદિ તેમ હોય તો પણ પુરૂષે દેવને અન્યથા કરવા માટે પુરૂષાર્થ કરવો યોગ્ય છે. " મિત્રાનંદ -" જ્યાં દૈવને આધીન વાત હોય ત્યાં પુરૂષાર્થ શું કરે?” ત્યારે અમરદત્તે તેને કહ્યું કે–“હે મિત્ર ! શું તેં સાંભળ્યું નથી કે જ્ઞાનગર્ભ નામના મંત્રીને નિમિત્તિયાએ કહેલી જીવિતને અંત કરનારી આપત્તિ પુરૂ . ષાર્થથી નિવૃત્ત થઈ ગઈ હતી.” મિત્રાનંદે પૂછયું—“ જ્ઞાનગર્ભ મંત્રી કેણ હતા? અને તેણે શી રીતે આપત્તિને ઓળંગી હતી તે કહે.” ત્યારે અમરદત્તે તેની પાસે તેની આ પ્રમાણે કથા કહી– જ્ઞાનગર્ભ મંત્રીની કથા. આજ ભરતક્ષેત્રમાં ધન ધાન્યથી પરિપૂર્ણ ચંપા નામની નગરી છે. તેમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતો. તેને પ્રસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust